ભુદેવ પરિવાર દ્વારા ભવ્ય કુંવારીકા ભોજનું આયોજન રાજકોટ :ઉપલેટા શહેરના બ્રહ્મ સમાજ ભવન ખાતે સેવાભાવી ભૂદેવ પરિવાર દ્વારા નવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં આ ભૂદેવ પરિવારે ઉપલેટા શહેર અને તાલુકા પંથકની તમામ ગરબીઓની બાળાઓ માટે વિશેષ રીતે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. તેમજ આ તમામ બાળાઓને અગિયાર જેટલી વસ્તુઓની લ્હાણી વિતરણ કરીને નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરી છે.
ભવ્ય કુંવારીકા ભોજ : દર વર્ષે નવરાત્રીના પાવન પર્વ પર આ ભૂદેવ પરિવાર વિવિધ રીતે સેવાકીય કાર્યો કરે છે. ત્યારે આ જ કાર્યોના ભાગરૂપે ઉપલેટા શહેર તેમજ તાલુકા વિસ્તારમાં આવેલી તમામ ગરબીઓની બાળાઓને નવરાત્રીના પાવન પર્વ પર ભોજન પ્રસાદ કરાવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વિશેષ રૂપે ગિફ્ટ પણ આપી હતી.
પંથકમાં તમામ ગરબીની બાળાઓને આમંત્રણ સેવાભાવી ભૂદેવ પરિવાર :આ અંગે ઉપલેટા બ્રહ્મ સમાજના પ્રમુખ અને ભોજન પ્રસાદનું આયોજન કરનાર જીગ્નેશ વ્યાસે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ અનેક સેવાઓમાં જોડાયેલ છે અને આ સાથે જ જરૂરિયાતમંદ લોકો અને દરિદ્ર નારાયણ લોકોને તેઓ કાયમી માટે મદદ કરે છે. તેમને મદદ કરતા તેમને ખૂબ ખુશી અનુભવે છે. તે સાથે જ નવરાત્રીના પાવન પર્વ પર ગરબીની બાળાઓને જમાડી માતાજીની આરાધના, સાધના અને આસ્થા સાથે દર વર્ષે આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવે છે.
સમગ્ર પંથકની બાળાઓને આમંત્રણ : ઉપલેટાના આ ભૂદેવ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી માનવતાવાદી કામો તેમજ ભોજન કરાવી સેવાકીય કાર્યો કરે છે. આ ભૂદેવ પરિવાર દરેક જીવ માત્ર માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના સાથે માનવતાવાદી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે. ત્યારે તેમના દ્વારા નવરાત્રી મહોત્સવમાં નવમા નોરતાની રાત્રે ઉપલેટા શહેર તેમજ તાલુકા પંથકની તમામ ગરબીઓની બાળાઓને તેમજ સ્વયમ સેવકોને ભોજન પ્રસાદ માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. આ આમંત્રણને માન આપીને અહીંયા ઉપલેટા શહેર અને તાલુકા પંથકની તમામ ગરબીઓની બાળાઓ તેમજ આયોજકો સહિતના લોકો ભોજન પ્રસાદ લેવા પધારે છે. ઉપરાંત ભાવથી ભૂદેવ પરિવારના ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.
- Navratri 2023: સાબરકાંઠાના શેરપુર ગામમાં નવરાત્રી પર્વે ચાલતી વર્ષોની પરંપરા આજે પણ અકબંધ
- Navratri 2023: મહેર સમાજના યુવાનોએ મણિયારા રાસની જમાવી રમઝટ