રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવ અંગે યોજાયેલી સંવાદ શિબિરમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ભારત સરકારના કૃષિ રાજયપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી.
આ સંવાદ શિબિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાત વિશે જોયું અને જાણ્યું હતું. તેના કરતા પણ વધારે સુંદર છે. ગુજરાતના ખેડૂતને જળ સંચય દ્વારા પાણી મળતા તે સમગ્ર વિશ્વમાં પોતાનું કૌવત બતાવી રહ્યો છે. આ સમયે ગુજરાતનો ખેડૂત મજબુત બનીને સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ખેતી કરતો થાય તો તેનું ઉત્પાદન અને આવક બે થી ત્રણ ગણી વધી શકે છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ખુબ જ મહત્વ છે. ગાય માતાના ગૌ-મુત્ર અને છાણમાં અખૂટ ઉત્પાદન શક્તિ છે. તે રાસાયણિક ખાતરમાં નથી