રાજકોટ: સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર (Virpur Jalaram)એક એવું ધામ છે કે જ્યાં રોજના અંદાજે હજારો જલારામ ભક્તો, સેવકો, શ્રદ્ધાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે. આ ધામમાં કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ (Cyclist of Navsari)લઈને આવતા હોય છે. છેલ્લા દસ વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોક સાહિત્યકાર(Folk literature of Saurashtra) નરેશભાઈ આહીર 500 કિ.મી કાપીને યાત્રાધામ વિરપુર જલારામ આવી પહોંચ્યા હતા અને વિરપુર ખાતેના પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને નરેશભાઈ આહીર પોતાની યાત્રાને (journey by cyclist)આગળ વધારવા માટે અહિયાથી સોમનાથ તરફ પ્રસ્થાન કર્યું છે.
સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના -છેલ્લા દસ વર્ષથી સાયકલ લઈને પોતે વિરપુર જલારામ (Virpur Jalaram)તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા આ નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કઇને કોઈ ધ્યેય, અને શ્રદ્ધા તેમજ અસ્થા(bicycle journey to pray for people)સાથે આવે છે. જેમાં ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે પણ તેઓ આ પ્રકારની યાત્રા( traveling by bicycle )કરતા હોવાનું જણાવ્યું હતુ.
આ પણ વાંચોઃદહેજનાં કારણે બહેનનાં લગ્ન વારંવાર અટક્યા, 28 વર્ષથી સાઈકલ યાત્રા કરીને દહેજપ્રથા નાબૂદી અંગે જાગૃતિ પ્રસરાવે છે આ યુવાન
અફતોમાંથી લોકોને અને પશુઓને ઉગારે તેવો હેતુ -ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે અને પશુઓમાં પણ હાલ લમ્પી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે. જેમને લઈને તેઓ 1700 કિ.મી. જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપા અને સોમનાથ દાદા વર્તમાન સમયમાં આવેલ આ કુદરતી અફતોમાંથી લોકોને અને પશુઓને ઉગારે તેવા હેતુસર તેઓ પ્રવાસ કરતા કરતા રાજકોટના વિરપુર જલારામ ખાતેના પૂજ્ય જલારામ બાપાના મંદિરે શીશ જુકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું.
આ પણ વાંચોઃTravel to India bicycle: પ્રકૃતિને માણવા અને તણાવ માંથી મુક્ત બનવા તમિલનાડુનો યુવાન સાયકલ પર નીકળ્યો ભારત પ્રવાસે
1700 કિ.મી. જેટલો સાયકલ પ્રવાસ -આ પ્રવાસ અંગે નવાઈની વાત તો એ છે કે નરેશભાઈ આહીર પોતે વર્ષ 1992 થી આ પ્રકારે સાયકલ યાત્રા કરે છે અને એકલા જ 1700 કિ.મી. જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘેર પણ સાયકલ લઈને જ જાય છે. કોઈપણ વાહનોનો સહારો લેતા નથી ત્યારે છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશભાઈ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે.