રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 19 ઓક્ટોબર 2022 એ રાજકોટના કાર્યક્રમ અન્વયે રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણીના (Arvind Raiyani) અધ્યક્ષ સ્થાને એક બેઠકમળી હતી. જેમાં આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ એ ખભેખભા મીલાવી એક ટીમ તરીકે કામ કરવા પ્રધાન રૈયાણીએ અપીલ કરી હતી. તારીખ 19 મી એ વડાપ્રધાનનો રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી ભવ્ય રોડ-શોનું (Narendra Modi road show) આયોજન કરવામાં આવશે જેને લઇને આ બેઠકમાં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી તારીખ 19 ના રોજ મોદી ફરી ગુજરાત આવશે, રાજકોટમાં રોડ શૉ - Modi visit Gujarat
દેશના વડાપ્રધાન આગામી દિવસોમાં ગુજરાત (Modi visit Gujarat) પ્રવાસે છે. જેમાં જામકંડોરણા ખાતે તારીખ 11 ના રોજ સભા યોજવામાં આવશે. જે બાદ આગામી તારીખ 19 ઓક્ટોમ્બર 2022 એ રાજકોટમાં ભવ્ય રોડ શો (Narendra Modi road show) યોજાશે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં
આગેવાનો ઉપસ્થિતઆ બેઠકમાં રાજકોટના મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર, કમલેશ મિરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુંદર આયોજનથાય તે માટે ચર્ચા-વિચારણા કરી હતી.
રોડ-શોઆ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ (Racecourse from Rajkot Airport) સુધી રોડ-શો પણ યોજવાનું આયોજન છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.