ગુજરાત

gujarat

ETV Bharat / state

નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા

રાજકોટ: શહેરના હેમુ ગઢવી હોલ ખાતે શતાયુ સન્માન સમિતિ રાજકોટ દ્વારા જાણીતા લેખક-પત્રકાર-વક્તા પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું કેન્દ્રીયપ્રધાન પુરુસોત્તમ રૂપાલા, પૂ. મોરારી બાપુ, પત્રકાર અજય ઉમટ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં 100માં વર્ષમાં પ્રવેશને અનુલક્ષીને ભવ્ય સન્માન કરાયું હતું.

grdhyt

By

Published : Jun 17, 2019, 6:39 AM IST

રાજકોટના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પુરુસોત્તમ રૂપાલાએ નગીનદાસ સંઘવીને ૧૦૦માં વર્ષમાં તંદુરસ્તી સાથે પત્રકારત્વનું કાર્ય કરવા બદલ તેમજ તેઓ નિરોગી અંને તંદુરસ્ત જીવન જીવે તેવી પ્રાર્થના સાથે અભિનંદન પાઠવ્યા હતા.

નગીનદાસ સંઘવીને તલસ્પર્શિ, અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક ગણાવી આવનારી પેઢીના પત્રકારો માટે આદર્શ ગણાવ્યા હતાં. તેમજ નગીનદાસ સંઘવી સાથેના તેમના સંસ્મરણો વાગોળતા તેમની રાજનેતા પર પ્રભાવી છાપ અંગે એક પ્રંસગે જણાવ્યો હતો. જ્યારે નગીનદાસ સંઘવીએ હાલના વડાપ્રધાન અને પૂર્વ સી,એમ નરેન્દ્રભાઈ મોદી પર પુસ્તક લખવાનું હતું, ત્યારે તેઓએ સંઘવી વતી નરેન્દ્રભાઈ મોદીને વાત કરતા નરેન્દ્રભાઈ મોદી કહ્યું હતું કે, નગીનદાસ સંઘવીની અનુકૂળતાએ હું મળીશ. આવું તેમનું વ્યવક્તિવ હતું. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મોરારી બાપુએ નગીનદાસ સંઘવીને પિતાતુલ્ય ગણાવ્યા હતા તો તેમની સાદગી અને સરળતા એ માત્ર વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિત્વ હોવાનું વિશેષ ઉલ્લેખ સાથે જણાવ્યું હતું.

નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા
નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા
નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા
નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા
નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા
નગીનદાસ સંઘવી તલસ્પર્શિ અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક: કેન્દ્રીયપ્રધાન રૂપાલા

ABOUT THE AUTHOR

...view details