રાજકોટઃ ગોંડલ મેઘવાળ સમાજના આગેવાન અને સરકારી દવાખાને દર્દી નારાયણની સેવામાં 24 કલાક કાર્યરત રહેતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા ગોંડલ શહેરના પત્રકારોની ચિંતા કરી N95 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોંડલના સેવાભાવી સંસ્થા દ્વારા પત્રકારોને N95 માસ્કનું વિતરણ કરાયું - ગોંડલના સેવાભાવી સંસ્થા
કોરોનાની મહામારીમાં પત્રકારો દ્વારા પોતાની જાતને જોખમમાં મૂકી રિપોર્ટીંગ કાર્ય કરી રહ્યાં છે. ત્યારે 24 કલાક કાર્યરત રહેતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા ગોંડલ શહેરના પત્રકારોની ચિંતા કરી N95 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ પત્રકારોએ દિનેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે દિનેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાનો કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં શહેમાં એજન્સી સહિતના પત્રકારો દ્વારા પોતાની જાતને જોખમમાં મૂકી રિપોર્ટીગ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણથી તેઓ સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ તકે પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, દિનેશભાઈ માધડ દ્વારા પત્રકારોની ચિંતા કરવામાં આવી તે ખુબ સરાહનીય છે. પત્રકારો હંમેશા પારકાના દુઃખમાં ભાગ લઈ દુઃખી થતા હોય છે, પરંતુ પત્રકારોની કોઈપણ પ્રકારની ચિંતા કોઈ કરતું હોય તેવું જણાતું નથી. આ એક સત્ય પણ કડવી હકીકત છે, જ્યારે દિનેશભાઈ દ્વારા જે લાગણી પત્રકારોને આપવામાં આવી છે. તે દિલને સ્પર્શી જાય છે. તમામ પત્રકારો દિનેશભાઈનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.