રાજકોટઃ મોરબી રોડ પર આવેલા ગોડાઉન નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, મૃતદેહ પર ઇજાના નિશાન હતા સાથે જ મૃતદેહ જે જગ્યાએથી મળી તેની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરો પણ તૂટેલો જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસને પણ આ મામલે હત્યા કરાઈ હોવાની શંકા જાગી હતી. જેને લઈને રાજકોટ ક્રાઇમબ્રાન્ચ અને એસઓજીના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ મૃતકની ઓળખ મેળવીને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ મામલે તૂટેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા અલીમહમદ છોટુઅલી સાંઈ નામનો ઈસમ જ્યાં મૃતદેહ મળી તે જગ્યાએ ફરતો નજરે દેખાય છે. જેને લઈને પોલીસે આ ઇસમની અટક કરીને વધુ પૂછપરછ કરતા આ સમગ્ર મામલે પરથી પડદો ઊચકાયો હતો.