ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા - રાજકોટ શહેર પોલીસ

રાજકોટ નજીક આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કોઈ કારણે બબાલમાં એક પરણિત મહિલાની હત્યા કર્યાનો બનાવ સામે(Murder of a foreign woman in Rajkot's Shapar) આવ્યો છે. શાપર વેરાવળ મૂળ બિહારની પરણિત મહિલાને યુપીના બે શખ્સોએ લોખંડના સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી છે. જ્યારે વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટના પ્રકાશમાં આવતા(Murder incident in Rajkot) સ્થાનિક પોલીસ તંત્ર પણ તાત્કાલિક(Rajkot City Police) ઘટના સ્થળે પહોંચી હતી અને મામલે વધુ કાર્યવાહી હાથધરી હતી.

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા
Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા

By

Published : Jan 3, 2022, 4:18 PM IST

રાજકોટઃરાજકોટ નજીક આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘણા બધા પરપ્રાંતીય મજૂર પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે અહીં ઘણી વખત અલગ અલગ રાજ્યના પરપ્રાંતિયો વચ્ચે કોઈને કોઈ કારણોસર બબાલ થતી હોય છે. જ્યારે ગઈકાલે આવી જ એક બબાલમાં એક પરણિત મહિલાની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. શાપર વેરાવળ મૂળ બિહારની પરણિત મહિલાને યુપીના બે શખ્સોએ લોખંડના સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી છે. જ્યારે વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક પોલીસ તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલે વધુ કાર્યવાહી હાથધરી હતી.

મહિલાની છેડતી મામલે થઈ હતી બબાલ

શાપર વેરાવળ વિસ્તારમાં આવેલ રેડીકો ઓટો મેન્સન કારખાના નજીક ઓરડીમાં રહેતી મૂળ બિહારની પરણિત મહિલાને તેની પડોશમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો સોનુ નામનો શખ્સ બારીમાંથી ડોકું કાઢીને જોતો હતો અને આ મહિલાની પજવણી કરતો હતો. જે મામલે મહિલા અને સોનુ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન સોનુએ તેના ભાઈ શનભુ સાથે મળીને મહિલાને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃVaccination of Children in Kutch: કચ્છમાં 15થી 18 વર્ષના બાળકોમાં રસીકરણ લઈને અનેરો ઉત્સાહ કેમ છે ? જાણો

ત્રણ સંતાનો માતા વિહોણા બન્યા

લોખંડના સળિયા વડે માર મારવામાં આવતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ તેને પોતાનો દમ તોડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના 5 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને હાલ તેને ત્રણ સંતાનો હતા. પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોઃMurder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

ABOUT THE AUTHOR

...view details