જ્યાપાર્વતીના જાગરણને લઈ મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ જાગરણ માટે રાજકોટના ફરવા લાયક સ્થળો પર જોવા મળ્યા હતા, ત્યારે રસ્તા પર પણ તહેવારને લીધે ટ્રાફિક જોવા મળ્યો હતો. બીજી તરફ શહેરના નાણાવટી ચોકમાં આવેલા જાસલ કોમ્પલેક્ષ નજીક આકાશ ડોડીયા નામના યુવાનને વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં ચાર અન્ય યુવાનોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
રાજકોટ ફરી રક્તરંજીત, જાગરણની મોડી રાત્રે યુવાનની હત્યા - murder
રાજકોટ : રંગીલા રાજકોટ શહેરમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. શહેરના નાણાવટી ચોકમાં વાહન અથડાવવાની સામાન્ય બાબતમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
જાગરણની મોડી રાત્રે યુવાનની હત્યા
સામાન્ય બાબતે યુવાનની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે પોલીસે પણ સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે.