આ ઘટનામાં બન્ને રીક્ષા ચાલકો પ્રથમ જાહેર રસ્તા પર જ ઝઘડી પડ્યા હતાં. એવામાં સાજીદ નામના રીક્ષા ચાલકે રજાક નામના રીક્ષા ચાલક પર છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર બબાલ દરમિયાન અન્ય રીક્ષા ચાલકો ઘટના સ્થળે હાજર હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
રીક્ષા ચાલકે જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી, ઘટના CCTVમાં કેદ - GUJARAT
રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાન નજીક એક રીક્ષાચાલકે બીજા રીક્ષાચાલકની જાહેરમાં કરપીણ હત્યા કરી નાખવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. અંગત દુશ્મનાવટને સંદર્ભે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે.
રાજકોટમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા, ઘટના CCTVમાં કેદ
રીક્ષા ચાલકની ખુલ્લેઆમ શહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા રસ્તા પર પણ ભયનો માહોલ છવાયો હતો. તેમજ રાહદારી નાસભાગ મચી હતી. હાલ, હત્યા મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.