ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મિલકત માટે બનેવીએ કરી સાળાની હત્યા, ભેદ ઉકેલાયો - murder case

રાજકોટ: શહેરમાં એક બનેવીએ પોતાના સાળાની મિલકત પચાવી પાડવા હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. શહેરમાં ગત 24 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની મોડી રાત્રે કિશાનપરા ચોકમાં રેસ્ટોરન્ટનો વેપાર કરતા 26 વર્ષીય દેવુભા રમેશભાઈ સાકરીયા નામના યુવાનનું તેના બનેવી સહિતના શખ્સો બેભાન હાલતમાં ઘરે મૂકી ગયા હતા. બીજા દિવસે યુવાન બેભાન હાલતમાં હચો અને ઉઠતો ન હતો તેથી પરિવારજનો દ્વારા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રાજકોટમાં મિલકત માટે બનેવીએ કરી સાળાની હત્યા, ભેદ ઉકેલાયો
રાજકોટમાં મિલકત માટે બનેવીએ કરી સાળાની હત્યા, ભેદ ઉકેલાયો

By

Published : Jan 17, 2020, 10:25 PM IST

આ યુવાને વધુ પડતો દારૂ પી લેતા તેનું મોત થયું હોવાનું જે તે સમયે તેના બનેવીએ પરિવારજનોને જણાવ્યુ હતું. જો કે પરિવારને વાત ગળે ન ઉતરતા યુવાનનું ફોરેન્સીક પોસ્ટમ મોર્ટમ કરવાયું હતું. ત્યારે ફોરેન્સીક રિપોર્ટ આવતા સામે આવ્યું હતું કે મૃતક દેવુભાનું દારૂથી નહીં પરંતુ ઝેરના કારણે તેનું મોત થયું હતું.

રાજકોટમાં મિલકત માટે બનેવીએ કરી સાળાની હત્યા, ભેદ ઉકેલાયો

આ મામલે રાજકોટ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં દેવુભાને તેના જ સગા બનેવી સહિતના શખ્સોએ દારૂમાં ઝેરી દવા ભેળવી તેને પીવડાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે હત્યારા બનેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details