- રાજકોટમાં લગ્ન કરવા બાબતે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી
- બન્ને ભાઈઓ વચ્ચે લગ્ન બાબતે ઉગ્ર બોલચાલમાં હાથાપાઈ
- રાજકોટ એરપોર્ટ પોલીસ આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટઃ રંગીલા રાજકોટમાં ફરી એક હત્યાનો(rajkot murder case) બનાવ સામે આવ્યો છે. જેમાં નાના ભાઇએ સગા મોટાભાઈની હત્યા કરી છે. પ્રાથમિક વિગતો મુજબ નાના ભાઇના લગ્ન થઈ ગયા હતા અને મોટા ભાઇના લગ્ન થયા નહોતા જેને લઇને બંને વચ્ચે ગત રાત્રિએ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં નાના ભાઈએ બેટ અને ઈંટના ઘા મારીને મોટાભાઈને ગંભીર ઈજાઓ(Brother kills in rajkot) પહોંચાડી હતી. જોકે ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નાના ભાઈએ જ મોટાભાઈની કરી હત્યા
રાજકોટ પોલીસની(rajkot airport police) પ્રાથમિક વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાના અને રાજકોટની કુચિયાદડ આવેલી ક્લાસિક પોલીમર્સમાં કામ કરતા પવન શ્રીનિવાસને ગંભીર હાલતમાં રોજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતુ. મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓથી પોલીસને શંકા ગઈ હતી. જેને લઈને એરપોર્ટ પોલીસ દ્વારા મૃતકના નાના ભાઈની સાવન શ્રીનિવાસની અટકાયત કરી હતી. જેની આગવી ઢબે પૂછપરછ કરતા તેને જ પોતાના ભાઈની હત્યા(Murder Case in Rajkot) કરી હોવાની કબૂલાત આપી હતી. જેને લઈને પોલીસ આરોપી ધરપકડ કરી હતી.
લગ્ન બાબતે બન્ને ભાઈઓ વચ્ચે થઈ હતી માથાકૂટ