ગુજરાત

gujarat

ETV Bharat / state

Municipal Corporation Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ, વોટર કોન્ફરન્સનું આયોજન કરાશે

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનું નિરાકરણ (Water problem solving) લાવવા રાજકોટ મહાનગરપાલિકા (Municipal Corporation Rajkot) આવી છે એકશન મુડમાં, ત્યારે તંત્ર દ્વારા રાજકોટ ખાતે વોટર કોન્ફરન્સ (Water Conference) યોજાશે. તંત્રનું માનવું છે કે, આ કોન્ફરન્સના માધ્યમથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ મળવાની આશા છે. આ કોન્ફરન્સમાં અંદાજીત 35 થી 40 જેટલા દેશભરના અલગ-અલગ પ્રકારના પાણી સાથે જોડાયેલા મહાનુભાવો સામેલ થશે.

Municipal Corporation Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ, વોટર કોન્ફરન્સ આયોજન કરાશે
Municipal Corporation Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ, વોટર કોન્ફરન્સ આયોજન કરાશે

By

Published : Dec 22, 2021, 8:45 PM IST

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા (Municipal Corporation Rajkot) દ્વારા આગામી 9 જાન્યુઆરીના રોજ વોટર કોન્ફરન્સનું (Water Conference) આયોજન કરવામાં આવશે. વોટર કોન્ફરન્સમાં મુખ્યત્વે પાણી સાથે જોડાયેલા સંશોધકો અને પાણી ક્ષેત્રે કામ કરતાં મહાનુભવો ઉપસ્થિત રહેશે. મહાનગરપાલિકા દ્વારા એવો અંદાજ લગાવામાં આવ્યો છે કે, 35 થી 40 જેટલા દેશભરના અલગ-અલગ પ્રકારના પાણી સાથે જોડાયેલા મહાનુભાવો આ કોન્ફરન્સમાં હાજરી આપશે અને પોતાના સંશોધન અને મંતવ્યો રાજકોટ મહાનગરપાલિકાને સુચવશે, જ્યારે રાજકોટમાં વર્ષો જૂની પાણીની સમસ્યાઓ છે તે દૂર (Water problem solving) કરવા માટે આ પ્રકારની પ્રથમ વખત વોટર કોન્ફરન્સની પહેલ કરવામાં આવી રહ્યી છે.

Municipal Corporation Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ, વોટર કોન્ફરન્સનું આયોજન કરાશે

પાણી અંગે પોતાનું માર્ગદર્શન આપશે

રાજકોટમાં વર્ષો જૂની પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, ત્યારે હાલ સૌની યોજના મારફતે રાજકોટના અલગ-અલગ જળાશયોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. જેનો ઉનાળા દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ રાજકોટમાં પાણી બચાવવા માટે કયા પ્રકારના પગલાં લઈ શકાય, તેમજ રાજકોટ શહેરને આપવામાં આવતું પાણી કેવા પ્રકારની વ્યવસ્થા હેઠળ આપવામાં આવે છે અને રાજકોટની કાયમીની પાણીની સમસ્યાને દૂર કરવા જેવા તમામ મુદ્દાઓ પર વોટર કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં પાણી સાથે જોડાયેલા મહાનુભાવો પણ પોતાનું માર્ગદર્શન મહાનગરપાલિકાને આપશે.

રાજકોટ ઝડપથી વિકસી રહ્યું છે: દેવાંગ માંકડ

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વકર્સ સમિતિના ચેરમેન દેવાંગ માંકડ (Dewang Mankad, Chairman, Water Workers Committee) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આ સાથે તેની પાણીની સમસ્યામાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે રાજકોટમાં વોટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં હાલના પાણીના સ્ત્રોતોની જાળવણી, નવા પાણીના સ્ત્રોતો ઉભા કરવા, વોટર હાર્વેસ્ટિંગ,(Water Harvesting) વોટર રિસાયક્લિંગ (Water recycling) અને વોટર સપ્લાય મેનેજમેન્ટ (Water supply management) આ તમામ વિષયોના નિષ્ણાંતો દેશભરમાંથી ઉપસ્થિત રહેશે અને રાજકોટ મહાનગરપાલિકાને પોતાના અનુભવો અને માર્ગદર્શન પૂરું પાડશે.

આ પણ વાંચો:

Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ

વિશ્વ જળ દિવસ: પ્રભાસ તીર્થના જૈન દેરાસરમાં પાણી બચાવવાની સાત દાયકાથી ચાલતી જળસંચયની પદ્ધતિ

ABOUT THE AUTHOR

...view details