રાજકોટ: રાજકોટમાં આવેલ રામપર બેટી ગામે જિલ્લા પુરવઠા અધિકારી પીબી માંગુડા અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી કુલ 11.26 લાખનો બાયોડિઝલના જથ્થાને(Illegal Biodiesel in Rajkot) ઝડપી સિઝ કરાયો છે. અનધિકૃત બાયોડીઝલના વેંચાણને અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી(Proceedings in the sale of illegal biodiesel) કરવામાં આવે છે. જે મુજબ ગત તા. 7 ડીસેમ્બરના રોજ રાજકોટ તાલુકાના રામપર બેટી ગામે આવેલગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ નામના રમેશ કુછડીયાની માલિકીના એકમમાં મધ્ય રાત્રીના તપાસ હાથ ધરી હતી.
ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો
પુરવઠા વિભાગની ટીમ(supply department team in rajkot) દ્વારા તપાસ દરમિયાન વાહનનં- GJ -03-Z-6620 ટ્રકમાં પડેલ 600 લીટરનો જથ્થો અને તેના પાછળ આવેલ ડેલામાં ભંગાર વાહનો વચ્ચે રાખેલ ટ્રક ન:- GJ-12-AT-6342માં પડેલ 12500 લીટરનો 7,50,000ની કિંમતનો ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો તેમજ બન્ને વાહનો મળી કુલ 11.26 લાખનો મુદામાલ સીઝ કર્યો છે.