ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા: પોષણક્ષમ ભાવ નહીં મળતા ધોરાજીના ખેડૂતો ચિંતિત - સંતોષકારક ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતાતુર

રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ (MSP of onion) નહીં મળતા ચિંતાતુર બન્યા (farmer worried about not getting affordable prices) છે. ધોરાજીમાંથી અગાઉ ડુંગળીની મલગાડી વિદેશ તેમજ અન્ય રાજ્યમાં મોકલવામાં આવી છે પરંતુ હાલ અહિયાં પોષણક્ષમ અને સંતોષકારક ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા (Onions export abroad) છે.

t Rajkot Rural Dhoraji Onion Farmer Not Satishfied For Onion Price In Marke
t Rajkot Rural Dhoraji Onion Farmer Not Satishfied For Onion Price In Marke

By

Published : Dec 28, 2022, 3:47 PM IST

પોષણક્ષમ ભાવ નહીં મળતા ધોરાજીના ખેડૂતો ચિંતિત

રાજકોટ: ધોરાજીના માર્કેટીંગ યાર્ડમા (dhoraji marketing yard) હાલ ડુંગળીની આવક જોવા મળી રહી છે પણ ધોરાજી પંથકના ખેડૂતોએ વાવેતર કરેલ ડુંગળીનો પોષણક્ષણ ભાવ (MSP of onion) ન મળતા ખેડૂતો ચિંતિત છે. હાલ ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ડુંગળીનો ભાવ પ્રતિ મણે એટલ કે વીસ કિલોના રૂપિયા 150થી 250 રૂપીયા એક મણ ડુંગળીઓનો ભાવ મળે (farmer worried about not getting affordable prices) છે. જેમાં ખેડૂતો આ ભાવથી અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતો પોતાની ડુંગળીઓનો ભાવ 400થી 500 રૂપિયા મળવો જોઈએ તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા (farmer worried about not getting affordable prices) છે.

આ પણ વાંચોકચ્છના કાશ્મીર નલિયામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા: ધોરાજી પંથકના ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં આ વર્ષ હોશે-હોશે મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પોતાના ખેતરમા ડુંગળીનુ વાવેતર કરેલ છે. આખા વર્ષ મહેનત કરીને વાવેતર કરેલ ડુંગળીઓ તૈયાર થતા ખેતરમાથી ડુંગળી કાઢવા માટે ખેત મજુરોને મહેનતાણુ ચુકવીને ખેતરથી વાહનનો ખર્ચ કરી ડુંગળીને ધોરાજીના માર્કેટીંગ યાર્ડમા વહેંચવા માટે આવી રહ્યા છે.

આ પણ વાંચોઆંગણવાડીનું કામ વર્ષ વીતવા છતાં અપૂર્ણ, બાળકો મચ્છી માર્કેટમાં બેસવા મજબૂર

ભાવ ન મળતા ખેડૂતો મુંજવણમાં:ધોરાજીમાં ડુંગળી માર્કેટીંગ યાર્ડ ખાતે લઇ આવ્યા બાદ અહિયાં પોષણક્ષમ ભાવ નથી મળતો કારણ કે હાલ અહિયાં સારો પાક ડુંગળીઓનો થયેલ છે પણ હાલ ડુંગળીનો પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યો જેથી ધોરાજી પંથકના ખેડૂતોમા મૂંઝવણ જોવા મળી રહી છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ડુંગળીની હરાજી તો થાય છે જેમાં ડુંગળીનો એક મણનો ભાવ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેવો બોલાઈ રહ્યો છે ત્યારે ધોરાજી પંથકના ઘણા ખેડૂતો કે જેમને પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલ છે તેવા ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતોની મુંઝવણ વધી ગઈ છે.

આ પણ વાંચોરાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી

ડુંગળી વિદેશમાં મોકલાઈ: ધોરાજીમાંથી અગાઉ સારી ગુણવતા ધરાવતી ડુંગળીઓ ધોરજીમાંથી રેલવે મારફત બાંગલાદેશમાં પણ મોકલવામાં આવી હતી. જે બાદ સમયાંતરે અન્ય રાજ્યમાં પણ ધોરાજીથી અનેક ડુંગળીની માલગાડીઓ અનેક વખત મોકલવામાં આવી છે. હાલ ધોરાજીના ખેડૂતોની ડુંગળીઓનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત પણ છે અને વર્તમાન સમયના ભાવથી તેવો અસંતોષ છે.

ABOUT THE AUTHOR

...view details