ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ રમેશ ધડુકે CM રૂપાણીને લખ્યો પત્ર, ઘેડ વિસ્તારના ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરવા માગ - જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં નુકશાન

ભાજપના સાંસદ રમેશભાઈ ધડુક ખેડૂતોની વહારે આવ્યાં છે. ઘેડ વિસ્તારના ગામડાઓમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાનને લઇને તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.

rajkot
રાજકોટ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે સીએમને પત્ર લખ્યો

By

Published : Aug 27, 2020, 10:37 AM IST

રાજકોટ : ભાજપના સાંસદ રમેશભાઈ ઘડુક ખેડૂતોની વહારે આવ્યા છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો કે, ઘેડ વિસ્તારમાં નુકશાનને લઈને ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે. તેમજ વધુમાં રમેશભાઈ ધડુકે જણાવ્યું કે, એક મહિનાથી સતત વરસાદને લઈને ઘેડ વિસ્તારના ગામડાઓમાં પાકને નુકશાન થયું છે.

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે સીએમને પત્ર લખ્યો

પોરબંદર, કુતિયાણા, માંગરોળ અને કેશોદ વિસ્તારના ગામડાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા છે. ભાદર, વેણુ, મોજ, ઓજત, મીણસાર, સારણ અને મધુવતી ડેમના પાણી છોડતા સૌથી વધુ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં નુકશાન થયું છે. તેમણે આ નુકસાનને લઇને વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

ABOUT THE AUTHOR

...view details