રાજકોટના ગોંડલ-મોવિયા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત - અકસ્માત
રાજકોટનો અકસ્માત માટે કુખ્યાત ગોંડલ -મોવિયા રોડ પર સાંજના સમયે બાઈક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મોવિયાના આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

રાજકોટઃ જિલ્લાના ગોંડલ- મોવિયા રોડ પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને માનવ જિંદગી હોમાઈ રહી છે, ત્યારે શહેરના ગુંદાળા ચોકડી પાસે દાળ પકવાનની દુકાન ધરાવતા અને મોવિયા રહેતા હસમુખભાઈ દુદાણી (ઉંમર વર્ષ 54) દુકાન બંધ કરી પોતાના બાઈક GJ03F8 7989 પર મોવિયા ઘરે જઈ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ અજાણ્યા વાહનના અડફેટે હસમુખભાઇને લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હસમુખભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, આ ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.