ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના મોવિયા ગામે 4 યુવાનો પૂરમાં તણાયા, 3નો બચાવ,1 લાપતા - Movia village of Gondal taluka

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા 4 કૌટુંબિક ભાઈઓ અસહ્ય બફારાના કારણે ડેમમાં ન્હાવા માટે ગયા હતા. અચાનક પૂરનું પાણી આવી જતા તણાયા હતા. જેમાં ત્રણનો બચાવ થયો હતો એક યુવાન લાપતા થતા નગરપાલિકાના તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ગોંડલ તાલુકાના મોવિયા ગામ 4 યુવાનો પૂરના પાણીમાં તણાયા, ત્રણનો બચાવ એક યુવાન લાપતા
ગોંડલ તાલુકાના મોવિયા ગામ 4 યુવાનો પૂરના પાણીમાં તણાયા, ત્રણનો બચાવ એક યુવાન લાપતા

By

Published : Jun 8, 2020, 9:32 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા 4 કૌટુંબિક ભાઈઓ અસહ્ય બફારા વચ્ચે રાહત મેળવવા કંટોલિયા પાસે કાળીપાટ ડેમમાં ન્હાવા પડ્યા હતા અચાનક પૂરનું પાણી આવી જતા તણાયા હતા.

જેમાં ત્રણનો બચાવ થયો હતો, જ્યારે એક યુવાન લાપતા થતા નગરપાલિકાના તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. મોવિયા રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિતેશ મનસુખભાઈ તેનો નાનો ભાઈ વિજય તથા કૌટુંબિક ભાઇ ઉમેશ કનુભાઈ સોલંકી અને મેહુલ લલિતભાઈ ડાભી અસહ્ય બફારાથી રાહત મેળવવા કંટોલિયા ગામ પાસે આવેલા કાળીપાટ ડેમમાં ન્હાવા પહોંચ્યા હતા.

તે દરમિયાન ઉપરીય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ધસમસતાં પૂરનાં પાણી આવી જતા ચારેય યુવાનો તણાયા હતા. જેમાં વિજય, ઉમેશ અને મેહુલનો બચાવ થયો હતો. જ્યારે નિતેશ પૂરના પાણીમાં લાપતા થતા ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરાતા તાકીદે તરવૈયાઓએ દોડી જઈ તેની શોધ શરૂ કરી હતી. ઘટનાની જાણ તાલુકા પોલીસ તેમજ તાલુકા મામલતદાર ડી. જે. ચુડાસમાં સહિતનાઓની થતા સ્થળ પર દોડી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details