રાજકોટઃ જસદણ તાલુકાના કમળાપુર ગામે માતા તથા પુત્રી કૂવામાં પડી જતા મોત નીપજયા છે. કમળાપુર ગામમાં વનરાજભાઈ સરવૈયાની વાડીએ માતા-પુત્રી કૂવામાં પડી જતા ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે. માતા અસ્મિતાબેન સરવૈયાની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, તેમજ 2 વર્ષની પુત્રી તન્વીની જસદણ નગરપાલિકાની ફાયર ટિમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. મહાનગરપાલિકાની એક કલાકની જહેમત બાદ બાળકીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. કુવામાં પડેલી માતા અને પુત્રી બંનેને મૃતદેહ જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા.
જસદણના કમળાપુર ગામે માતા-પુત્રી કૂવામાં પડી જતાં મોત - રાજકોટ સ્થાનિક ન્યુઝ
રાજકોટના જસદણ તાલુકાના કમળાપુર ગામે માતા તથા પુત્રી કૂવામાં પડી જતા મોત નીપજયા છે. કમળાપુર ગામમાં વનરાજભાઈ સરવૈયાની વાડીએ માતા-પુત્રી કૂવામાં પડી જતા ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે.
જસદણના કમળાપુર ગામે માતા-પુત્રી કૂવામાં પડી જતા મોત
આ બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.