ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યું, ગણીત સમજાવવા કર્યું આવું - teacher said I LOVE YOU student in Rajkot

રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીનીને I LOVE YOU કહ્યાનો માતાએ આક્ષેપ કર્યો છે. જેને લઇને પોલીસ તપાસ કરી રહી છે કેમકે શિક્ષકનું કહેવું છે કે ગણિતની સંજ્ઞા સમજાવવા માટે વિદ્યાર્થીનીને I LOVE THISH FORMULA શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યાનો માતાનો આક્ષેપ
રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યાનો માતાનો આક્ષેપ

By

Published : Feb 9, 2023, 1:11 PM IST

Updated : Feb 9, 2023, 5:46 PM IST

રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યાનો માતાનો આક્ષેપ

રાજકોટઃ રાજકોટના મોરબી રોડ પર આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ સર્જાયો છે. એક ગણિતના શિક્ષક દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીનીને I LOVE YOU કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીની માતાએ કર્યો છે. જો કે આ પ્રકારની ઘટના રાજકોટમાં સામે આવતા ફરી એક વખત શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે શાળા તંત્ર પાસે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રિપોર્ટ પણ મંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો Government of Gujarat: રાજકોટમાં સીએમના હસ્તે રૂપિયા 140 કરોડના વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ

માતાએ કર્યો આક્ષેપ:આ અંગે ધોરણ 8ની વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ જે મોરબી રોડ પર આવેલી છે. જેમાં એક મેથ્સના શિક્ષકે ચાલુ કલાસે મારી દીકરીને કહ્યું હતું કે તું I LOVE YOU બોલ, હવે શિક્ષકના મનમાં શુ હોય તે આપણને ખબર નથી. પરંતુ એક ગુરુ વિદ્યાર્થી સાથે આવો વ્યવહાર કરે તે સારું ન લાગે. જેને લઈને અમે આ મામલે આજે સ્કૂલના આખા સ્ટાફને મળ્યા હતા. જ્યારે આ મામલે પ્રિન્સિપાલને વાત કરી તો તેમને કહ્યું હતું કે, આ મામલે શિક્ષકની ભૂલ છે આવું ન કરવું જોઈએ. આ શિક્ષકનું એક વર્ષ પૂર્ણ થાય એટલે અમે તેને સ્કૂલમાંથી ડિસમિસ કરી નાંખશું.

આ પણ વાંચો Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો

ન્યાય જોઈએ છે:વિદ્યાર્થીની માતાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકને સ્કૂલ દ્વારા ડિસમિસ કરવામાં આવે તે ન્યાય નથી. જ્યારે ભવિષ્ય બીજા લોકોની દીકરી સાથે આવું બને અને શિક્ષક ફરી દુર્વ્યવહાર કરે તો તેના જવાબદાર કોણ, દીકરી શાળામાં હોય ત્યારે શાળા તંત્રની જવાબદારી આવે એટલે અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરશું. તેમજ આ ઘટનામાં અમને પૂરતો ન્યાય જોઈએ છે. બીજી તરફ શાળા તંત્ર દ્વારા માતાના આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. તેમજ શિક્ષક માત્ર ગણિતની સંજ્ઞા સમજાવવા માટે વિદ્યાર્થીનીને I LOVE THISH FORMULA શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે શબ્દનું વિદ્યાર્થીની માતા દ્વારા ખોટું અર્થ ઘટન કરાયું છે.

પોલીસે તપાસ શરૂ કરી:સમગ્ર ઘટના હવે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. જયારે શાળાનો મામલો પ્રકાશમાં આવતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે શાળા પાસેથી વિગતવાર ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટના મોરબી રોડ પર ખાનગી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને કલાસરૂમમાં લઇ જઇ અડપલા કરવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી.

શાળાએ શિક્ષકને ડિસમિસ કર્યા :આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાળા તંત્ર દ્વારા શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવ્યા છે. આ શિક્ષકનું નામ બલમુકુંદ છે. જે રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગણિત વિષય વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેમજ આ મામલે પોલીસ પણ તોએ કરી રહી છે.

Last Updated : Feb 9, 2023, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details