ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં ઓડ-ઈવન અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી પણ વધુ લોકો દંડાયા

સરકાર દ્વારા લોકડાઉન-4માં લોકોને ઘણી રાહત આપવામાં આવી છે. ઘણા વેપારી અને લોકો દ્વારા તેનો દુરૂપયોગ કરાતો હોવાથી ઓડ-ઇવન અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી વધારે લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

gondal police
gondal police

By

Published : May 21, 2020, 6:51 PM IST

રાજકોટઃ સરકાર દ્વારા લોકડાઉન-4માં લોકોને ઘણી રાહત આપવામાં આવી છે. ઘણા વેપારી અને લોકો દ્વારા તેનો દુરૂપયોગ કરાતો હોવાથી ઓડ-ઇવન અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી વધારે લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ગોંડલ માંડવી ચોકમાં આવેલી કિશોરભાઈ તન્નાની જયઅંબે પીપરમેન્ટ સ્ટોર, કડિયા લાઈનમાં આવેલ કિશોરભાઇ પીપળીયાની નચિકેતા પ્રોવિઝન સ્ટોર, તેની પાસે મુનાફ મકસુફભાઈ આમદાનીની મોબાઇલની દુકાન, ગુંદાળા શેરીમાં હાર્દિક વસંતભાઈ જાનીની જીવન જ્યોત નોવેલ્ટી, ગુંદાળા પેટ્રોલ પંપ પાસે આવેલ કનકેશભાઈ જાનીની રંગોલી પાન, ટાઉનહોલ પાસે ભાવેશ વલ્લભભાઈ સાવલિયાનું શિવપાન, ચોરડી દરવાજાના ચોકમાં આવેલ દિનેશ શાંતિભાઈ ધરદેવની મનહરલાલ એન્ડ બ્રધર્સ, કૈલાશ બાગ રોડ પર આવેલ મિલન ભરતભાઈ ધરદેવની બાલકૃષ્ણ સેલ્સ એજન્સી તેમજ ઉમિયા એસ્ટેટમાં આવેલ યોગીનભાઈ મહેન્દ્રભાઈ સોજીત્રાની ગેલેક્સી સ્ટોર નામની દુકાનમાં odd even અને જાહેરનામાનો ભંગ થતો હોવાથી પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલમાં ઓડ ઇવન અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી પણ વધુ લોકો દંડાયા

આ ઉપરાંત કેંગન વોટર નામે સેનિટાઈઝર વેચવાનો વેપાર કરતા જિગ્નેશભાઈ મનસુખભાઇ ભુવાને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તેમજ સેન્ટ્રલ બેન્ક પાસે કિરીટભાઈ ધીરુભાઈ પરમાર, જયેશ જેન્તીભાઈ ગજેરા અને તુષાર નાનજીભાઇ ચાવડા , નવીનભાઈ મનજીભાઈ ઠુંમર અને પ્રફુલભાઈ સવજીભાઈ પરમાર ટોળું વળીને બેઠા હોવાથી પોલીસે તેઓની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલમાં ઓડ ઇવન અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી પણ વધુ લોકો દંડાયા

ABOUT THE AUTHOR

...view details