રાજકોટના મોરબી રોડ પરથી 9, બેડીગામમાં 8, કોઠારિયા મેઈન રોડ પરથી 7 અને નાલોદા નગરમાંથી 8 ઈસમો મળી કુલ 32 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બધા આરોપીએ વિરુદ્ધ ફરીયાદ નોંધઈ રાજકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં ભીમ અગિયારસના તહેવારે 30થી વધુ જુગારીઓ ઝડપાયા - Police Complaint
રાજકોટઃ રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાના ભયની વચ્ચે 13 જૂનના રોજ ભીમ અગિયારસના તહેવારની ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ પોલીસે ભીમ અગિયારસમાં જુગાર રમતા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 32 જુગારીઓને ઝડપ્યા છે.
રાજકોટ
એક માન્યતા પ્રમાણે સૌરાષ્ટ્રમાં કેટલાંક પરિવારો ઘરમાં ગંજીપત્તા રમીને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઈને રાજકોટ પોલીસે તહેવાર દરમિયાન સત્તત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં અને રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ 32 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જુગારીઓ પાસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.