હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે 23મી એપ્રિલે રાજ્યમાં મતદાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવીછે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદ મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 એપ્રિલના પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
મોહન કુંડારિયા CMની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે
રાજકોટઃ રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપે ફરી સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપી છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 એપ્રિલએ પોતાની ઉમેદવારી નોંધાવાના છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુંડારિયાનું ફોર્મ ભરવાના દિવસે સીએમ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને રાજકોટમાં સભાને સંબોધન કરવાના છે.
સ્પોટ ફોટો
આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.તેમજ રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલા સરદાર સાહેબની પ્રતિમા પાસે વિશાળજનસભાનુંસંબોધન કરશે. ત્યારબાદ વિશાળ રેલી યોજીને ભાજપના શુભ મુર્હૂત સાથેમોહન કુંડારિયા પોતાનું ફોર્મ ભરવાની શરૂઆત કરશે.