આ ઉપરાંત મોહનભાઈના સમર્થનમાં મોરબી ઉધોગપતિઓ મોટી સંખ્યામાં રાજકોટ પહોંચ્યા હતા. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પોતાની જીત પોતાના કાર્યકરો અને પાર્ટીના વફાદાર પરિવારના સદસ્યો સહીત સમગ્ર રાજકોટવાસીઓ અને જિલ્લાના તમામ પ્રતિનિધિઓના સહકાર સાથે પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.
મહાદેવના આશીર્વાદ સાથે મોહન કુંડારિયા પહોંચશે રાજકોટ - gujarat news
રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છની મહત્વની રાજકોટ લોકસભા મત વિસ્તાર પર સૌની નજર છે. ત્યારે માજી કેન્દ્રીય કૃષિ પ્રધાન અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આજે રાજકોટ લોકસભા મતવિસ્તાર માંથી પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહેલા મોહનભાઇ કુંડારીયાએ પોતાના વતન ઉંચી માંડલ નજીક ધારેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીના પૂજન અર્ચન કર્યા બાદ મોરબીના શકત શનાળા ગામે આવેલા સુપ્રસિદ્ધ શક્તિ માતાને શીશ નમાવી જીતના આશીર્વાદ સાથે રાજકોટ પોતાનું નામાંકન પત્રક ભરવા 300થી વધુ ગાડીના કાફલા સાથે મોરબીથી પ્રસ્થાન કર્યું હતું.

સ્પોટ ફોટો
તેમજ વિજય મુહર્તમાં રાજકોટથી પોતાનું નામાનાંકન પત્રકભરી રહ્યા છે ત્યારે ત્રણ લાખ જેટલા મત સાથે જીત મેળવિશુ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા અને પાર્ટીના કાર્યકરોની પરિવાર ભાવના અને દેશના સુકાની નરેન્દ્રભાઈના વડપણમાં રાજકોટ સીટ સહીત સમગ્ર ગુજરાત અને દેશમાં ફરી વધુ એકવાર ભારતીય જનતા પાર્ટી પુનઃ સત્તા હાંસલ કરી નૂતન ભારતના નવનિર્માણમાં PMનરેન્દ્રમોદીના હાથ મજબૂત કરશે તેમાં કોઈ બે મત નહીં હોવાનું જણાવ્યુ હતું.