ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે,રામ મંદિર સહિતના મુદ્દે વિચાર વિમર્સ કરશે - સૌરાષ્ટ્રના સંઘના આગેવાનો

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) સરસંઘ ચાલક મોહન ભાગવત રાજકોટના પ્રવાસે છે. આગામી બે દિવસ સુધી તેઓ રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રાંતના સંઘના આગેવાનો સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરશે. મોહન ભાગવતના રાજકોટના પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે
સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે

By

Published : Jan 23, 2021, 1:23 PM IST

  • સંઘ પ્રમુખ મોહન ભાગવત રાજકોટની મુલાકાતે
  • રામ મંદિર સહિતના મુદ્દે વિચાર વિમર્સ કરશે
  • સંઘના આગેવાનો સાથે કરશે બેઠક અને ચર્ચા વિચારણા

    રાજકોટ : સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે મોહન ભાગવત રાજકોટ સંઘના અગ્રણી હોમ ગાર્ડના પૂર્વ કમાન્ડર પ્રવીણસિંહ રાઠોડને ત્યાં રોકાયા હતા.આજે રાજકોટના ગુરુકુળમાં સૌરાષ્ટ્રના સંઘના આગેવાનો,હિન્દુવાદી નેતાઓ સાથે બેઠકમા રામ મંદિર સહિતના મુદ્દે વિચાર વિમર્સ કરશે.
    સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે


    રાજકોટમાં બે દિવસીય સૌરાષ્ટ્ર પ્રાંતના ની બેઠક યોજાશે

ત્યારે રાજકોટ ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં બે દિવસીય સૌરાષ્ટ્ર પ્રાંતના ની બેઠક શરૂ થઇ છે.ત્યારે આ બેઠકમાં ખુદ મોહન ભાગવત હાજર રહ્યા છે. ત્યારે કોરોના કાળમાં જે શાખાઓ બંધ થઈ છે તેને ફરી વખત કઈ રીતે સરું કરાવી શકાય અંગે પણ ચર્ચા કરવામાં આવશે સૌરાષ્ટ્રભરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોદ્દેદારો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હાજર રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોહનભાગવત પહોંચતા તેમનું વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details