'મેેં ભી ચોકીદાર': રંગીલા રાજકોટવાસી સાથે PMનો પરોક્ષ સંવાદ, જુઓ વીડિયો... - Bhajap
રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે મોદીનુ 'મેં ભી ચોકીદાર' અભિયાન વધુ વેગવાન બનતું હોય તેવું વલાગી રહ્યું છે. PM મોદીએ આજથી ભાજપનું 'મેં ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત દેશના અલગ-અલગ શહેરના લોકો સાથે વડાપ્રધાન મોદી વિડીયો કોંફરન્સના માધ્યમથી સવાંદ કર્યો હતો. રાજકોટમાં પણ આ કાર્યક્રમ હેમુગઢવી હોલમાં યોજાયો હતો. જેમાં પીએમ મોદી દ્વારા રાજકોટવાસીઓ સાથે પણ સવાંદ કરી રહ્યાં હતા.

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલ તમામ રાજકીય પક્ષો કમરકસીને પ્રચાર ચાલુ કરી દીધો છે. રવિવારે'મે ભી ચોકીદાર' અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 સ્થળો પર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટના હેમુગઢવી હોલ ખાતે વડાપ્રધાનના વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સાંસદ, ધારાસભ્યો, નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત 1200 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. PMમોદીએ 'मैं भी चौकीदार'અભિયાન હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોફેશનલ વેપારીઓ તથા ચોકીદારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત 'ભારત માતા કી જય' ના નારા સાથે કરાવી હતી. મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 'હું દેશની જનતાના પૈસા પર કોઇનો પંજો નહી પડવા દઉ. તેમણે કહ્યું કે, એક ચોકીદાર તરીકે મારી જવાબદારી નિભાવીશ.'