ગુજરાત

gujarat

રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઇ

By

Published : Jan 8, 2021, 8:04 PM IST

રાજકોટ જિલ્લા અને શહેરમાં આજે ફરી કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ હતી. શહેર અને જિલ્લાના કુલ 39 કેન્દ્ર પર આ ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 9 સ્થળોએ આ ડ્રાય રન યોજવામાં આવી હતી.

રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઇ
રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઇ

  • રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઈ
  • રાજકોટ શહેરમાં 9 જગ્યાઓ પર ડ્રાઇ રન યોજાઇ
  • રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવી

રાજકોટઃ રાજકોટ જિલ્લા અને શહેરમાં આજે ફરી કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ હતી. શહેર અને જિલ્લાના કુલ 39 કેન્દ્ર પર આ ડ્રાય રન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરમાં 9 જગ્યાએ આ ડ્રાય રન આજે યોજવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ ગુજરાતમાં પ્રથમ રાજકોટ અને ગાંધીનગર ખાતે ડ્રાય રન યોજાઇ હતી. ત્યારબાદ આજે બીજી વખત પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવી છે.

રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઇ

રાજકોટના 9 સ્થળોએ કોરોના વેક્સિન માટે ડ્રાય રન

રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 39 જગ્યાએ ડ્રાય રન યોજવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 9 જગ્યાએ ડ્રાય રન યોજવામાં આવી છે. જેમાં પીડિયું હોસ્પિટલ, વોકહાર્ટ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, નાયરણનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નંબર 61 અને 43, કોઠારીયા, રામપાર્ક અને કોઠારી નિદાન કેન્દ્ર આમ નવ સ્થળોએ કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ હતી.

રાજકોટ શહેર જિલ્લાના 39 કેન્દ્રો પર કોરોના વેક્સિન માટેની મોકડ્રિલ યોજાઇ

500 આરોગ્ય કર્મીઓ કામગીરીમાં લાગ્યા

રાજકોટ શહેરમાં આજે 9 સ્થળોએ કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ હતી. જ્યારે અગાઉ 5 સ્થળોએ આ પ્રક્રિયા કરવામાં આવી હતી. રાજકોટમાં 9 સ્થળોએ કુલ 175 લાભાર્થીઓને કોરોના વેક્સિ ન આપવામાં આવશે. જ્યારે આ કામગીરી માટે રાજકોટ આરોગ્ય વિભાગના અંદાજીત 500 જેટલા કર્મચારીઓ જોડાયા છે. વહેલી સવારથી જ રાજકોટ શહેર અને જિલ્લામાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details