ગુજરાત

gujarat

ETV Bharat / state

કલમ 370 નાબૂદ: મોદી સરકારના નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્યએ આવકાર્યો - article 35A

રાજકોટઃ 370 કલમ અંગે કોંગ્રેસના કેટલાક નેતાઓએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. ગુજરાતના ધોરાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત વસોયાએ ખુલીને મોદી સરકારના આ નિર્ણયનું સમર્થન કરી તેને યોગ્ય ગણાવ્યો છે.

370 કલમ અંગેના નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્યએ આવકાર્યો

By

Published : Aug 6, 2019, 5:37 PM IST

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ સરકારના આ નિર્ણય અંગે બે અલગ અલગ અભિપ્રાયો સાંભળવા મળ્યા છે. રાહુલ ગાંધી, અધીર રંજન, મનિષ તિવારી સહિતના નેતાઓએ આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. જ્યારે રણજીત રંજન, જર્નાદન દ્રિવેદી સહિતના કેટલાક નેતાઓ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.

370 કલમ અંગેના નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્યએ આવકાર્યો

ગુજરાતમાં પણ નિર્ણયની તરફેણનો સૂર ઉઠ્યો છે. જેની શરુઆત ધોરાજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે. લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, કાશ્મીર મુદ્દે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે. આ મુદ્દા ઉપર ગુજરાતમાં પહેલીવાર કોંગ્રેસી ધારાસભ્યે જાહેરમાં ભાજપના નિર્ણયને યોગ્ય ગણાવી તેની પ્રશંસા કરતા રાજકારણ ગરમાયુ છે.

ABOUT THE AUTHOR

...view details