ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયના કલાર્કની પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ થઈ હોવાનો પરિક્ષાર્થીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરીક્ષા દરમિયાન થયેલ ગેરરીતિનો CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા.
બિન સચિવાલય કલાર્ક પરીક્ષા: કોંગી ધારાસભ્ય કગથરાના ભાજપ પર ગંભીર આક્ષેપ - Lalit Kagathra
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયના કલાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં રાજ્યના કેટલાક પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ થઈ હોવાનો પરિક્ષાર્થીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરીક્ષા દરમિયાન થયેલ ગેરરીતિનો એક CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી.
MLA Lalit Kagathra
જેમાં પરિક્ષાર્થીઓ મોબાઈલ સાથે બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. જેને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો છે. સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસના પડધરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનાર ઇસમો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.