રાજકોટગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Election 2022) પરિણામઆવ્યું ત્યારથી ભાજપ ચાહકોમાં અને ભાજપના નેતાઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. પરંતુ 156 ધારાસભ્યોમાંથી જેમને પણ પ્રધાન પદ મળે તેમની ખુશી સાતમે આસમાને હોય તેવું કહેવું પણ ખોટું નથી. ત્યારે 17 ધારાસભ્યોમાંથી એકલામહિલા એવા ભાનુબેન બાબરીયાને (MLA Bhanuben Babariya) પ્રધાન પદને સ્થાન મળ્યું છે. જેના કારણે તેમના મતવિસ્તારના સ્થાનિકો અને તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
ભાનુબેન બાબરીયાને કેબિનેટમાં સ્થાન મળતા તેમના મતવિસ્તારમાં ખુશીનો માહોલ એકમાત્ર મહિલાને સ્થાન156 ધારાસભ્યોમાંથી મંત્રીમંડળમાં(Bhupendra Patel cabinet) ખાલી હાલ 17 લોકોને જ સામેલ કરવામાં આવ્યા છે અને એમાં પણ 17 માંથી એક મહિલાને સ્થાન મળે તો તે એક ગર્વની વાત કહેવાય. કટોકટી જેવી સ્થિતીમાં સ્થાન મળી જાઇ તો તેની ખુશી અપરમપાર હોય છે, અને તે ભાગ્યશાળી છે ભાનુબેન બાબરીયા
સ્થાનિકો ખુશભુપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel ) સરકારના પ્રધાનોએ આજે વિધિવત રીતે શપથ લીધા છે. જેમાં એકમાત્ર મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આ મહિલા ભાનુબેન બાબરીયા છે. જેવો રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. ત્યારે ભાનુબેન બાબરીયાને પ્રધાન પદ મળતાં તેમના મતવિસ્તારના સ્થાનિકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કરશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
વધુમાં વધુ વિકાસ રાજકોટ ગ્રામ્ય (Rajkot assembly seat) વિધાનસભા બેઠકના મતવિસ્તારમાં રહેતા કૃણાલ નાયકે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાનુબેન બાબરીયાને પ્રધાન પદ મળ્યું છે. જે ખૂબ જ ખુશીની વાત છે. જ્યારે તેઓ અમારા વિસ્તારમાંથી ચૂંટાયા છે. તેને લઈને અમને પણ ગર્વ થાય છે. આ સાથે જ ભાનુબેન કેબિનેટ પ્રધાન બન્યા હોવાના કારણે હવે અમારા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓમાં વધુમાં વધુ વિકાસ થશે. જ્યારે માત્ર રાજકોટ ગ્રામ્ય જ નહીં પરંતુ આખા રાજકોટના વિકાસના કામો પણ થાય તેવી અમને અપેક્ષા છે.
અમને થશે લાભઅશ્વિન વિંઝુડા રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા અશ્વિન વિંઝુડાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાનુબેન બાબરીયાને પ્રધાન પદ મળતાં અમારા વિકાસ અમારા વિસ્તારનો ચોક્કસ વિકાસ થશે. જ્યારે અમારા વિસ્તારમાં મુખ્યત્વે બાળકો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ, લાઇબ્રેરી સહિતની જરૂરિયાતો છે. જે ભાનુબેન હવે પ્રધાન બનતા તે પૂર્ણ થાય તેવી અમને આશા છે. આ સાથે જ અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ સારા બનશે જ્યારે પ્રાથમિક સુવિધાઓમાં બમણો વધારો થશે.