ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: જસદણમાં સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત - girl was pregnant

ફુલ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મના બનાવની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત દિવસે રાજકોટ શહેરમાં એક બાળકીની દુષ્કર્મ હાજરી હત્યા કરી નાખવામાં આવી હોવાનો કિસ્સો તાજો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણમાં પણ ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા સાથે દુષ્કર્મ થતા સગીરાને ગર્ભ રહી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જાણો વિગતો.

Rajkot Crime: જસદણમાં સગીરા સાથે થયું દુષ્કર્મ, તબીબી તપાસમાં બાળકીને ગર્ભ હોવાનું સામે આવતા હકીકત બહાર આવી
Rajkot Crime: જસદણમાં સગીરા સાથે થયું દુષ્કર્મ, તબીબી તપાસમાં બાળકીને ગર્ભ હોવાનું સામે આવતા હકીકત બહાર આવી

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 12:44 PM IST

જસદણમાં સગીરા સાથે થયું દુષ્કર્મ, તબીબી તપાસમાં બાળકીને ગર્ભ હોવાનું સામે આવતા હકીકત બહાર આવી

રાજકોટ: જસદણમાં ખેત મજૂરી કરતા એક આદિવાસી પરિવારની 17 વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા તેણીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ બનાવમાં જસદણ પીઆઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે મળતી વિગત મુજબ જસદણ ખાતે વાડી વિસ્તારમાં માધાબાપાની વાડીમાં ખેત મજુરી કરતા પરિવારની 17 વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમના પરિવારજનો તેને જસદણની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટર સ્થિતિ સમજી જતા સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતી હતી.



"જસદણની સગીરાને તકલીફ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ લઈ ગયા બાદ સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે સમગ્ર મામલે સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ હાલ પોલીસે મહેશ બામણીયા નામના વ્યક્તિની અટકાયત કરી વધુ પૂછતા અને તપાસ શરૂ કરી છે."--તપન જાની (જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ)

જસદણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ: રાજકોટ જનાના વોર્ડમાં દાખલ સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું આરોગ્ય તપાસમાં ખુલતા પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે સગીરા આદિવાસી પરિવારમાંથી હોવાનું સામે આવતા પ્રાથમિક પૂછપરછમાં સગીરા અપરિણીત હોવાનું પરિવાર જણાવે છે. જેથી તેની સાથે કોઇ નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે તેમની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા આ મામલે સગીરાના પરિવારે જસદણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પૂછતાછ: ફુલ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મના બનાવની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત દિવસે રાજકોટ શહેરમાં એક બાળકીની દુષ્કર્મ હાજરી હત્યા કરી નાખવામાં આવી હોવાનો કિસ્સો તાજો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણમાં પણ ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા સાથે દુષ્કર્મ થતા સગીરાને ગર્ભ રહી ચૂક્યા હોવાનું પરિવારને માલુમ પડ્યું હતું. રાજકોટના જસદણમાં આદિવાસી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની બાબત સામે આવતા સમગ્ર બાબતે જસદણ પોલીસે દુષ્કર્મ આચરનાર મહેશ બામણીયા સામે આઈ.પી.સી. કલમ 376 (2 N), પોકસો 2012 ની કલમ 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. અને તેની અટકાયત કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પુછતાછ અને તપાસ શરૂ કરી છે.

  1. Rajkot Crime: ચોરીની શંકાએ યુવકને માર મારતા યુવકનું થયું મોત, પોલીસે સાત વ્યક્તિઓની કરી અટકાયત
  2. Rajkot Crime News: ઘરફોડ કરતા રીઢા ચોરોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા, ઉલટ તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા

ABOUT THE AUTHOR

...view details