ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં લેવા માટે કોર્પોરેટરો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ વિપક્ષી નેતા વશરામ સગઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી રાજકોટમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ ગત વિધાનસભાની ચુંટણીમાં તેઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા.
રાજકોટમાં રાજકારણ ગરમાયું, ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસમાં પાછા લાવવા કરાશે રજુઆત - minister
રાજકોટ: શહેરમાં ફરી એકવત રાજકારણ ગરમાયું છે. મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત 28 જેટલા નગર સેવકો આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળશે. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં લાવવા માટે રજુઆત કરશે.
![રાજકોટમાં રાજકારણ ગરમાયું, ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસમાં પાછા લાવવા કરાશે રજુઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4453620-thumbnail-3x2-dsa.jpg)
etv bharat rajkot
જેમાં તેમનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષના આંતરીક વિવાદોને લઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Last Updated : Sep 16, 2019, 12:43 PM IST