રાજકોટઃ જિલ્લામાં વિંછીયા તાલુકાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ વ્યાજખોરના ત્રાસની કંટાળી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. જેથી પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરનારા વ્યાજખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરના ત્રાસની કંટાળી વિંંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ કરી આત્મહત્યા
વિંછીયા તાલુકાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ વ્યાજખોરના ત્રાસની કંટાળી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. જેથી પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરનારા વ્યાજખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગત મુજબ મોટા માત્રા ગામનો વ્યાજખોર બહાદુર બોરીચાએ 5 લાખ રૂપિયાના 10 ટકા લેખે 45 લાખ વ્યાજ લીધું હતું, તેમ છતાં વધુ 25 લાખ માંગી ત્રાસ અને ધાક ધમકી આપતો હતો, જેથી વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ વ્યાજખોરના ત્રાસની કંટાળી ગળો ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની જાણ થતા વિંછીયાના PSI એન.એચ.જોષી તેમજ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિંછીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મૃતક સંઘાભાઇ કોળીએ લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જે સ્યૂસાઇડ નોટમાં વ્યાજખોર મોટામાત્રા ગામના બહાદુર આપાભાઇ બોરીચાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરતા પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી હતી.