શ્રમિકને હાર્ટ એટેક આવતાં મોત રાજકોટ:કોરોના બાદ હદય રોગના હુમલાના કિસ્સાઓ વધ્યા છે. જેમાં હુમલાની અંદર દરેક ઉમરના લોકો ભોગ બને છે અને મોતને ભેટે છે. આવા કિસ્સાઓ રાજકોટ શહેર અને જીલ્લામાં પણ સામે આવ્યા છે. જેતપુર શહેરમાં રહેતા એક પરપ્રાંતીય મજૂરને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
હદય રોગનો હુમલો આવતા મોત: આ બનાવમાં જેતપુર ખાતે રહી મજૂરી કરતા અંદાજિત 40 વર્ષીય અશોક ચૌધરી નામના પરપ્રાંતિયને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આ ઘટના બાદ યુવકના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
" તેમના પિતા મશીનમાં કામ કરતાં હતા તેવું જાણવા મળ્યું છે અને તેમની માતાનો ફોન આવતા તેમને સમગ્ર ઘટના અંગે ખ્યાલ આવ્યો હતો કે તેમના પિતાનું અવસાન થયું છે જે બાદ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને તેમના પિતાની મોત અંગે શંકા છે જેમાં પોસ્ટ મોર્ટમ થયા બાદ ખ્યાલ આવશે." - સુરજ, મૃતકનો પુત્ર
યુવાનોમાં વધ્યું હાર્ટ એટેકનું પ્રમાણ: રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી બાળકોથી લઈને યુવાનોની અંદર હૃદય રોગના હુમલાઓની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને એક બાદ એક હૃદય રોગના હુમલામાં મોતની ઘટનાઓ સામે આવતા પરિવારના સભ્યોનો માળો વિખાઈ જતો હોવાની પણ બાબતો બની રહી છે. આવો જ એક કિસ્સો રાજકોટના જેતપુરમાં સામે આવ્યો છે, જેમાં મૂળ બિહારના વતની અને અહીં મજૂરી કરતા પરપ્રાંતીય યુવકને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થતાં પરિવાર ગમગીન બની ચૂક્યું છે.
- Surat News: સુરતમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યાં
- Rajkot News : સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરતા ધોરણ 6ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત