ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા પોલીસે ડુપ્લિકેટ ચલણી નોટ મામલે રાજકોટના બે શખ્સની કરી ધરપકડ - duplicate money

મહેસાણા પોલીસે રાજકોટના બે શખ્સની રૂ.200ના દરની ચલણી નોટ મામલે ધરપકડ કરી છે. ડુપ્લિકેટ ચલણી નોટની તપાસ મુદ્દે મહેસાણા પોલીસ રાજકોટ ખાતે દોડી આવી હતી અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસિયા અને રૈયા ચોકડી પાસેથી દીપક કારિયાને ઝડપી લીધા હતા. તેમજ ડુપ્લિકેટ ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

Mehsana
મહેસાણા પોલીસ

By

Published : Dec 3, 2020, 5:15 PM IST

  • મહેસાણા પોલીસે રાજકોટના બે શખ્સની ચલણી નોટ મામલે કરી ધરપકડ
  • અગાઉ મહેસાણાની HDFC બેન્કમાંથી ઝડપાઇ હતી ચલણી નોટો
  • રાજકોટમાંથી ચલણી નોટ છાપવાનું પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ : મહેસાણા પોલીસે રાજકોટના બે શખ્સની રૂ.200ના દરની ચલણી નોટ મામલે ધરપકડ કરી છે. ડુપ્લિકેટ ચલણી નોટની તપાસ મુદ્દે મહેસાણા પોલીસ રાજકોટ ખાતે દોડી આવી હતી અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસિયા અને રૈયા ચોકડી પાસેથી દીપક કારિયાને ઝડપી લીધા હતા. તેમજ ડુપ્લિકેટ ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

મહેસાણા HDFC બેન્કમાંથી ઝડપાઇ હતી ડુપ્લિકેટ નોટ

થોડા સમય અગાઉ મહેસાણાની HDFC બેન્કમાંથી બે અલગ અલગ વેપારીઓ પોતાના ખાતામાં રોકડ રૂપિયા જમા કરાવા માટે આવતા આ ચલણી નોટો ઝડપાઇ હતી. જેને લઈને બેન્ક મેનેજર દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મહેસાણાની SGO ટીમે આ અંગે વધુ તપાસ કરતા આ ચલણી નોટ રાજકોટના શખ્સ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહેસાણા પોલીસ રાજકોટ ખાતે આવી પહોચી હતી.

રાજકોટમાંથી ઝડપાયું ડુપ્લીકેટ નોટ છાપવાનું મશીન

મહેસાણામાં ડુપ્લિકેટ નોટ મામલે ફરિયાદ દાખલ થયા 24 કલાકમાં જ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયાં હતા. જેમાં રાજકોટના દિપક શાંતિલાલ કારીયા, સાગર સુરેશ અને છસિયા ગામના મગન શેખનો સમાવેશ થાય છે. જેમાં મગનને ડુપ્લિકેટ કૌભાંડ મામલે મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે. તેમજ અગાઉ તે ચલણી નોટ મામલે ઝડપાઇ ચુક્યો છે. જ્યારે રાજકોટ ખાતેથી ચલણી નોટ છાપવાનું પ્રિન્ટર સહિત રૂ.12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details