રાજકોટ: ઉપલેટામાં COVID-19 અંતર્ગત સરકારના અનલોક-2ના જાહેરનામા અનુસંધાને ધાર્મિક સંસ્થાઓ, મંદિરોના સ્થળોએ કોરોનાનું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સંસ્થાઓના વડા, ટ્રસ્ટીઓ તથા અધિકારીગણ સાથે પ્રાંત અધિકારી મિયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી.
ઉપલેટા ખાતે પ્રાંત અધિકારી અને મંદિરોના ટ્રસ્ટીગણની બેઠક યોજાઈ - રાજકોટ કોરોના અપડેટ
ઉપલેટામાં COVID-19 અંતર્ગત સરકારના અનલોક-2ના જાહેરનામા અનુસંધાને ધાર્મિક સંસ્થાઓ, મંદિરોના સ્થળોએ કોરોનાનું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સંસ્થાઓના વડા, ટ્રસ્ટીઓ તથા અધિકારીગણ સાથે પ્રાંત અધિકારી મિયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી.
ઉપલેટા ખાતે પ્રાંત અધિકારી અને મંદિરોના ટ્રસ્ટીગણની મીટિંગ
કોરોનાના વધતા કેસો રોકવા શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક મેળા, શોભાયાત્રા, ગણપતિ ઉત્સવ વગેરેનું આયોજન ન કરવા અને ધાર્મિક સ્થળે લોકો એકત્રિત ન થાય તે અંગે ચર્ચા થઈ હતી. લોકો અને શ્રધ્ધાળુઓને જાગૃત કરવા અને આયોજનો બંધ રાખવામાં સૂચના આપવામાં આવી હતી.