આ બેઠકમાં વહીવટી તંત્ર તરફથી ડેપ્યુટી કલેક્ટર જે.કે જેગોડા તેમજ યાર્ડ તરફથી વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં યાર્ડમાં આવતી ડુંગળીને વેપારીઓ દ્વારા કેટલા ભાવે ખરીદવામાં આવે છે તેમજ બજારમાં નાના વેપારીઓેને કેટલા ભાવે આપવામાં આવે છે, તે ઉપરાંત નાના વેપારીઓ કેટલા ભાવે ડુંગળીનું વેંચાણ કરે છે જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હાલ ડુંગળીના ભાવમાં કેમ વધારો જોવા મળ્યો છે, તે અંગે પણ ખાસ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા પણ ડુંગળીનો સંગ્રહખોર કરતા ઈસમો પણ પણ તવાઈ બોલાવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા રાજકોટ તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક - રાજકોટ લેટેસ્ટ ન્યૂઝ
રાજકોટઃ હાલ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળતાં સમગ્ર દેશ તેની માર સહી રહ્યો છે, ત્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોમાં ડુંગળીના વધતા ભાવોને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજકોટ જિલ્લા તંત્ર અને માર્કેટ યાર્ડના વેપારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા રાજકોટ તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા રાજકોટ તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મુખ્યપ્રધાન કેજરીવાલે શનિવારથી સસ્તા ભાવે ડુંગળીનું વેંચાણ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકાર 23 રૂપિયા પર કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરશે અને એક પરિવારમાંથી 5 કિલો જેટલી ડુંગળીની ખરીદી કરી શકાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.