રાજકોટઃ શહેર ભાજપના નવા કાર્યાલયના નિર્માણ માટે સોમવારના રોજ CM વિજય રૂપાણીના હસ્તે ઓનલાઈન ભૂમિપૂજન કરાયું હતું. ખાતમુહૂર્ત દરમિયાન અચાનક મેયર બીના આચાર્ય સહિતના ભાજપ મહિલા આગેવાનો એક નાના સ્ટેજ પર ઉભા હતા. જેનું પાટિયું અચાનક નમી ગયું હતું. જેથી મેયર બીના આચાર્ય સહિતના ભાજપ મહિલા આગેવાનો લપસ્યાં હતા.
રાજકોટ ભાજપ કાર્યાલયના લોકાર્પણ સમયે મેયર લપસ્યાં - Construction of new BJP office
રાજકોટ ભાજપના નવા કાર્યાલયના નિર્માણ માટે સોમવારના રોજ CM વિજય રૂપાણીના હસ્તે ઓનલાઈન ભૂમિપૂજન કરાયું હતું. જેમાં સ્ટેજ પર વજન વધી જતાં સ્ટેજનું એક પાટિયું નમી ગયું હતું અને મેયર બીના આચાર્ય સહિતના ભાજપ મહિલા આગેવાનો લપસ્યાં હતા.
રાજકોટ ભાજપ કાર્યાલયના લોકાર્પણ સમયે મેયર લપસ્યા
જો કે, ઘટના દરમિયાન કોઈને પણ ઇજા થઇ નહોતી, પરંતુ ભાજપ કાર્યાલયના ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.