ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

રાજકોટમાં એક ખાનગી કંપની દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતિને ધ્યાને લઇને 7 લેયર માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું છે. આ માસ્ક 30 જેટલી મહિલાઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, કંપનીમાં નવી આવતી મહિલાઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે. માસ્ક એડજેસ્ટ કરી પહેરી શકાઈ તે માટે તેમાં બોરિયા ફિટ કરવાની કામગીરી મહિલાઓને ઘરે જોબવર્ક માટે આપવામાં આવે છે.

રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન
રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

By

Published : May 24, 2021, 8:32 PM IST

Updated : May 25, 2021, 6:30 PM IST

  • રાજકોટમાં N-95 માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક પ્રોડક્શન શરૂ
  • કંપની દ્વારા માસ્ક બનાવવા જવાબદારી 30 જેટલી મહિલાઓને સોપવામાં આવી
  • ખાનગી કંપની દ્વારા રોજના 3500 જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે

રાજકોટઃએકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ રાજકોટની મેટોડા GIDCમાં ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા ઉદ્યોગ સાહસિક યુવાને આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી ધરાવે છે. ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા હતા. આ સમય દરમિયાન, રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, PPE કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ કંપનીના માલીકે પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કિ કર્યુ. બજારમાં તે સમયે N-95 માસ્કની માંગ પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે. આથી નક્કી કર્યું કે, સૌને પરવડે તેવા ભાવે ચીલાચાલુ નહિ પરંતુ ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવાનું નક્કિ કર્યું હતું.

રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

આ પણ વાંચો:દેશમાં માસ્કનું ઉત્પાદન વધ્યું, વધારાના માસ્કના નિકાસને મંજૂરી આપવા ઉદ્યોગકારોની સરકારને અપીલ

સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન શરૂ કરાયું

હાલમાં બજારમાં ઉપલબ્ધ N-95 માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે રાજકોટના ઉદ્યોગકાર અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી, જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં 2 જ કંપની બનાવે છે. તેમાંથી, એક ખાનગી કંપનીના સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત, ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી ‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો યજ્ઞ પ્રારંભ કરાયો હતો.

રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

વધુ મૂડીની જરૂર હોઈ તેઓને લોન લેવાની ફરજ પડી

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન તેમજ સબસીડીમાં એક કંપની પાસે અત્યાધુનિક ઓટોમેટેડ કટિંગ મશીન સહીત 55 જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ કરાયા હતાં. પરંતુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ મટીરીયલ્સ માટે વધુ મૂડીની જરૂર હોય તેઓને લોન લેવાની ફરજ પડી હતી. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સાથ મળ્યો હતો. કેન્દ્ર દ્વારા તેઓને ગુજરાત ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ MSME ઉદ્યોગને લોન ઉપરાંત કેપિટલ અને ઈન્ટરેસ્ટમાં સબસીડી પણ પુરી પાડવામાં આવે છે. જે ધોરણો મુજબ કંપનીને 60 લાખની લોન સામે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ હેઠળ 10 લાખ 54 હજાર કેપિટલ સબસીડી તેમજ 5 લાખ 23 હજાર 262 ઇન્ટરેસ્ટ સબીસીડી રાહત રૂપે પુરી પડાઈ છે.

રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

આ પણ વાંચો:વિસનગર જૈન સમાજ દ્વારા નિઃશુલ્ક 5,000 માસ્કનું વિતરણ કરાયું

માસ્ક બનાવવા 30 જેટલી મહિલાઓની ટીમ બનાવી

કંપની માલીકે આ કામ માટે મહિલા કારીગર પર ભાર મૂકી ફેકટરીમાં કામ કરતી અને અન્ય મળી 30 જેટલી મહિલાઓની ટીમ બનાવીને દરેકને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. માસ્કની પ્રોસેસમાં મટીરીયલનું લેયિંગ, ડ્રોઈંગ, કટિંગ, સિલાઈ, બોર્ડર અલગ મટીરીયલ્સમાંથી બનાવવી, તેમાં ઈઅર રબર લગાડવા, લોગો ચોટાડવા, માસ્ક ટેસ્ટિંગ અને પેકીંગ સહિતની કામગીરી આ મહિલા દ્વારા કરવામાં આવે છે.

રાજકોટમાં શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

મહિલાઓને એક માસની ખાસ ટ્રેનિંગ અપાઈ

કોરોનાની ગાઇડલાઇન મુજબ માસ્ક બનાવતી મહિલાઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહીત સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત, નવી આવતી મહિલાઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે. માસ્ક એડજેસ્ટ કરી પહેરી શકાઈ તે માટે તેમાં બોરિયા ફિટ કરવાની કામગીરી મહિલાઓને ઘરે જોબવર્ક માટે આપવામાં આવે છે. લેબર લો મુજબ વેતન સાથે જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી સાથે ગૃહઉદ્યોગ પણ સંસ્થા દ્વારા પુરો પાડવામાં આવે છે. મહિલાઓ મોટે ભાગે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને આ કામથી મળતી આવકમાં રોજી રોટી સહિત પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યાનું ટીમના હેડ બહેને જણાવ્યું હતું. તેઓ બહેનોને ટ્રેનિંગ આપવાનું અને માસ્ક ક્વોલિટી ચેક કરવાનું મુખ્ય કાર્ય કરે છે.

રોજના 3500 જેટલા માસ્કનું ઉત્પાદન

ટૂંકા ગાળામાં ISO સ્ટાન્ડર્ડ સાથે માસ્કની ચોક્કસ ગુણવત્તા જાળવી રાખતા પાઇટેક્સ માસ્કની ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ડિમાન્ડ ઉભી થઈ છે. રોજના 3500 જેટલા માસ્કનું ઉત્પાદન હાલ કંપની દ્વારા કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડીમાન્ડ થાય છે. જાણીતી કંપનીઓ દ્વારા તેમના લોગો સાથેના માસ્કની મોટા પાયે ડિમાન્ડને કંપની દ્વારા વિશેષ ધ્યાન આપી તેઓની માંગ મુજબના માસ્ક પુરા પાડવામાં આવે છે.

આ પણ વાંચો:કારંજ પોલીસને પુમા કંપનીના ડુપ્લિકેટ માસ્કનો જથ્થો મળ્યો

રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે પણ તેનું કૌશલ્ય દાખવ્યું

સિંગલ યુઝ માસ્કની પણ તેટલી જ ડિમાન્ડ છે જે થ્રિ લેયર માસ્ક તરીકે ઓળખાય છે. જેમાં, એડિસન કરી આજ મટીરીયલ સાથે કંપની દ્વારા સિંગલ યુઝ ફોર લેયર માસ્ક અને તે પણ કિફાયતી ભાવે માર્કેટમાં મુકવા પ્રોસેસ ચાલી રહી છે. આ ઉપરાંત, બાળકો માટે વિવિધ સાઈઝ અને કલરના માસ્ક માર્કેટમાં મુકવામાં આવ્યા છે. માસ્કના માસ પ્રોડક્શન માટે પ્રોડક્શન મેનેજર તેમજ માર્કેટિંગ હેડના અનુભવી વ્યક્તિઓ મદદરૂપ બની રહ્યા છે. રાજકોટ ખાસ કરીને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનું હબ છે. હાલ ત્રણ GIDC કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે પણ તેમનું કૌશલ્ય દાખવી દેશવિદેશમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડશે તેમ ચોક્કસ કહી શકાય.

Last Updated : May 25, 2021, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details