જસદણમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો રાજકોટ:જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજકોટ રૂરલ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે રાજકોટના એક વ્યક્તિને રૂપીયા 500 ના દરની 30 જેટલી નક્કી નોટો સાથે ઝડપી લીધો છે. ઝડપાયેલ વ્યક્તિની અટકાયત કરીને નક્કી નોટો, મોબાઈલ, અસલી રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેમની વધુ પૂછતાછ શરૂ કરી છે.
વર્તમાન સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા રૂપિયા 2000 ની નોટને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે વર્તમાન સમયની અંદર ચલણી નોટોમાં છેડછાડ તેમજ કપડા થતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે લોકો પોતાના પૈસાને હેમખેમ પગલે વાગે કરવા માટે અને કારસ્થાનો કરવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે.
કેવી રીતે પકડાયો ઠગ?: અંગે રાજકોટ રૂરલ એસોજી પોલીસના પીએસઆઇ ડીસી યાત્રાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તેમના એસોજી સ્ટાફ સાથે સરકારી બોલેરો જીપની અંદર પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જસદણ પાસે આવી પહોંચતા આટકોટ બાયપાસ રોડ પર ગઠારીયા ચોકડી ખાતે આવતા ખાનગી રહે હકીકત મળી હતી કે વિશાલ ઉમેશભાઈ પઢિયાર નામના રાજકોટના વ્યક્તિ પોતાના કબજાની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો રાખી અને એકટીવા લઈ રાજકોટથી જસદણ તરફ આવી રહ્યો છે. તેમની પાસે ભારતીય બનાવટની નકલી ચલણી નોટો કે જે 500ના દરની હતી તેવી 30 જેટલી નોટો ઝડપી લેવામાં આવી છે. આ સાથે જ તેમની પાસે અસલ રોકડ રકમ 5000 અને એક મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ 25000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઈસમની અટકાયત: રૂપિયા 500ના દરની 30 જેટલી નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા વિશાલ ઉમેશભાઈ પઢિયા નામના વ્યક્તિની રાજકોટ રૂરલ એસ.ઓ.જી. પોલીસે અટકાયત કરી તેમની સામે આઇપીસી કલમ 489 (એ), (બી), (સી) મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલ સમગ્ર બાબતે તેમની પાસે રહેલ બનાવટી નોટોનો કબજો લઈ અને આ મામલે એસ.ઓ.જી. પોલીસે આ બનાવની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી દીધા છે.
આ બનાવની અંદર પોલીસે વધુ પૂછતાછ અને તપાસ કરતા ઝડપાયેલા વ્યક્તિના ઘરેથી ₹2000 ના દરની 160 નોટ તેમજ ₹500 ની 18 જેટલી વધુ નોટો મળી આવી છે. આ ઝડપ પહેલા વ્યક્તિ વિગત એવી સામે આવી છે કે અભ્યાસ બાદ કારખાનું શરૂ કર્યું હતું અને કારખાનું શરૂ કર્યા બાદ ધંધો વ્યવસ્થિત નહીં ચાલતા છેલ્લા એક વર્ષથી આ પ્રકારનો ધંધો ચાલુ કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે ત્યારે હાલ પોલીસે ઝડપાયેલા વ્યક્તિને ડિમાન્ડ અર્થે લઈ જવા માટેની અને વધુ પૂછતા જ અને તપાસ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
- Ahmedabad Crime : જમ્મુ કાશ્મીરના યુવકો માટે સેના બટાલિયનના સરનામે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતાં બે આરટીઓ એજન્ટ ઝડપાયા
- Surat Crime : સુરત પોલીસ દ્વારા મોબાઇલ સ્નેચીંગ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી, 120 જેટલાં મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા