રાજકોટઃ ગોંડલ સિટી પોલીસે વોરા કોટડા રોડ પરથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના મોટા પ્રમાણમાં જથ્થા સાથે એક કાર તેમજ એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
ગોંડલ સીટી પોલીસે મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો - Godal Vora Kotda Road
રાજકોટના ગોંડલમાં સિટી પોલીસે વોરા કોટડા રોડ પરથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના મોટા પ્રમાણમાં જથ્થા સાથે એક કાર તેમજ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ 792 જેની કુલ કીંમત રૂપિયા 3,42,240 તેમજ કાર જેની કિમંત રૂપિયા 3,00,000 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000નો મળી કુલ રૂપિયા 6,43,240ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપાયો છે.

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલા ચીસ્તીયા નગરમાં ઇરફાન કટારીયાએ પોતાના રહેણાક મકાનથી થોડે દુર આવેલી એક ઓરડીમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલો છે, જે બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ 792 જેની કુલ કિંમત રૂપિયા 3,42,240, એક કાર જેની કિંમત રૂપિયા 3,00,000 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000નો મળી કુલ રૂપિયા 6,43,240ના મુદ્દામાલ સાથે હસન ઇસ્માઇલ કટારીયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હાલ ઇરફાન હસન કટારીયા અને હમીદાબેન હસન કટારીયાની શોધખોળ શરૂ કરી છે.