ગોડલના નેશનલ હાઈવે પર આવેલા નવા માર્કેટ સામે આજે સવારના એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા પુરૂષના મૃતદેહ પાસેથી લોહી લાગેલા પથ્થર મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી.
ગોંડલ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા પુરૂષનો મળી આવ્યો મૃતદેહ - Market Yard
રાજકોટઃ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડ પાસે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.
ગોંડલ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
અજાણ્યા પુરૂષની હત્યાના આ બનાવની નજીકમાં એક ટ્રક પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ ટ્રક ધોરાજી પંથકનો હોવાની વિગતો બહાર આવી હતી. જેને લઈને પોલીસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ ટ્રકના ડ્રાઇવરનો છે કે ક્લીનરનો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.