ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મેલેરિયા વિભાગના કર્મચારીઓએ સમજાવટ બાદ હડતાળ પાછી ખેંચી - હડતાળ

રાજકોટ: મહાનગપાલિકામાં અર્બન મેલેરિયા વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ અચાનક અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હતા. કર્મચારીઓની માંગ હતી કે, રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ તેમને વેતન ચુકવવામાં આવે અને અન્ય લાભ આપવામાં આવે પરંતુ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓને યોગ્ય અશ્વાસ આપતા હડતાળ સમેટાઈ હતી.

રાજકોટ

By

Published : Aug 4, 2019, 4:21 AM IST

હાલ ચોમાસું શરૂ છે. ત્યારે રાજકોટ મનપાના અર્બન મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અચાનક અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. તેમજ હાથમાં બેનરો સાથે મનપા કચેરી બહાર બેઠા હતા. હાલ ચોમાસુ શરૂ હોય શહેરમાં પાણી ભરવાના કારણે અનેક વિસ્તારમાં મચ્છરજન્ય રોગ પણ ફેલાવવાની શક્યતાઓ છે. ત્યારે મનપા કમિશનર દ્વારા તાત્કાલિક હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે બેથક યોજવામાં આવી હતી. તેમજ કમિશ્નર દ્વારા કર્મચારીઓની રજુઆત અંગે યોગ્ય ખાત્રી અપાયા બાદ કર્મચારીઓ હડતાળ પૂર્ણ કરી પોતાના કામે લાગ્યા હતા.

રાજકોટમાં મેલેરિયા વિભાગના કર્મચારીઓએ સમજાવટ બાદ હડતાળ પાછી ખેંચી,etv bharat

ABOUT THE AUTHOR

...view details