લોકોએ ઉપલેટામાં મકરસંક્રાતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિની ઉજવણીમાં ઉપલેટામાં વહેલી સવારથી જ લોકો પોતાની અગાસી પર પહોંચી ગયા હતા. બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા હતા.
રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી - ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લોકોએ પતંગ ચગાવી, ઊંધિયું પૂરી ખાઈ મકરસંક્રાંતિની મોજ માણી હતી.
![રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી makarsankrati celebration in upleta rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5713778-thumbnail-3x2-upleta.jpg)
ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી
રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી
મકરસંક્રાતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે, આ દિવસે દાન ધર્માદા તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. જે કારણે લોકો દાનપુણ્ય પણ ઉત્સાહપુર્વક કરતા જોવા મળે છે. સવારથી જ લોકો પોતાની અગાસી પર સંગીતના તાલે નાચતા હતા. અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરા ના લાડુ, શેરડી જેવી વાનગી ધાબા પર જ આરોગી હતી. સવારથી સાંજ સાંજ સુધી પતંગો ચગાવી લોકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી.