રાજકોટ: આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. ત્યારે વહેલી (Maha shivratri 2022)સવારથી જ આજે વિવિધ શિવાલયોમાં ભક્તોની શિવજીના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. એવામાંશિવજીને ભાંગ ખૂબ જ પ્રિય હતી. જેને લઈને આજના દિવસે ભક્તો પણ ભાંગનો(Worship of Shiva on Shivaratri) પ્રસાદ લેતા હોય છે. જેને લઈને રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી નિમિતે ખાસ અંદાજીત 800થી 900 લીટર ભાંગ(Prasad of bhang to Shivaji )બનાવામાં આવી છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભાંગની પ્રસાદનું વિતરણ નહિ
જ્યારે કોરોના મહામારીના(epidemic of corona)કારણે મોટાભાગના તહેવારો અને ધાર્મિક ઉત્સવ લોકોએ ઘરમાં જ ઉજવ્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટ્યા છે. એવામાં સરકાર દ્વારા પણ કોરોનાના પ્રતિબંધ હળવા કર્યા છે. એવામાં આજે શિવરાત્રી નિમિતે મોટાભાગના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જેને લઈને રાજકોટમાં પણ પંચનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે શિવરાત્રીના દિવસે અંદાજીત 50 હજાર જેટલા ભક્તો દર્શન માટે આવશે.