પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. પરંતુ એવી માંગણી કરવામાં આવી રહી છે કે, આ બેઠક પરથી રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ આ દરમિયાન પોરબંદર બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. વિઠ્ઠલ રાદડિયા હાલ પોરબંદર બેઠક પરથી સાંસદ છે. જો કે, તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ જાહેરમાં દેખાઈ રહ્યાનથી.
રાજકોટમાં લાગ્યા પોસ્ટર્સ, રાદડિયા પરિવારને ટિકિટ નહીં મળે તો ભાજપનો વિરોધ કરીશું - Porbandar
રાજકોટ: લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ જટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 16 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી 6 બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત થઇ છે.
જામકંડોરણા ખાતે પટેલ ચોક, ભાદરાના પુલ, ધોરાજી ઉપલેટામાં બાવલા ચોક વડલી ચોક, ગાંધી ચોક ખોડલધામ ચોક, જેતપુરમાં સરદાર ચોક, ટાકૂડીપરા, જૂનાગઢ રોડ, અમરનગર રોડ કણકીયા પ્લોટ, નાની શાક માર્કેટ ગોંડલમાં ગુંદાળા રોડ, જેલચોક રોડ, વછેરાના વાડા રોડ, વીરપુર (જલારામ)માં મુખ્ય માર્ગો પર રાદડિયાના ફોટા સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે.
ધોરાજી શહેર અને કેશોદના સરદાર ચોકમાં લાગેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. વધુ એકપોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "ભાજપની પોરબંદર બેઠકની ભુલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સૌરાષ્ટ્રભરમાં પણ લઈ ડૂબશે. જ્યાં રાદડિયા સરકારનો કરંટ લાગશે. વધુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તો પણ ભાજપનો વિરોધ થશે. ભાજપ દ્વારાફરજિયાત રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ.