રાજકોટઃરાજ્યમાં હાલ વ્યાજખોરોને લઈને પોલીસ દ્વારા લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં રંગીલા રાજકોટમાં મહિલાઓના વિવિધ પ્રશ્નો આજે મહિલા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં અલગ અલગ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ ઉમટી પડી હતી. પોલીસને પોતાની આપવીતી વર્ણવી હતી. જ્યારે પોલીસે પણ તેમને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી. રાજકોટમાં મહિલાઓના યોજાયેલા લોક દરબારમાં મોટાભાગના પ્રશ્નો ઘરેલુ હિંસા અને સામાજિક હોવાનું જોવા મળ્યું હતું.
લેવા આવ્યો નહિ:પોલીસ દ્વારા યોજવામાં આવેલા લોક દરબારમાં એક પીડીતા આવી હતી. જેને 5 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ આ પીડિતાને બાળકનો જન્મ થયો હતો અને છેલ્લા એક વર્ષથી તેનો પતિ તેને લેવા આવતો નથી. જ્યારે આ મામલે તેને પોલીસને રજૂઆત કરી હતી પતિ અને તેના પરિવારજનો તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જ્યારે પોતે પ્રેમ લગ્ન કર્યા હોય અને અન્ય જ્ઞાતિની હોય જેના કારણે વારંવાર તેને આ બાબતે માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
અભ્યાસ કર્યો: લગ્નના પાંચ વર્ષ થયા હતા જ્યારે ચાર વર્ષ પતિ પત્ની સાથે રહ્યા હતા. ત્યારબાદ પતિએ અન્ય જગ્યાએ કામ અર્થે જવાનું હોય પત્નીને તેના માતા પિતાના ઘરે છોડી હતી. ત્યારબાદ તે લેવા જ આવ્યો નહોતો. પીડીતાએ જણાવ્યું હતું કે તેણે બીસીએનો અભ્યાસ કર્યો છે પરંતુ તેનું બાળક હજુ નાનું હોય માટે તે જોબ પર જઈ શકતી નથી. તેનો પતિ જુગારમાં તમામ પૈસા હારી ગયો છે અને કઈ કામ ધંધો કરતો નથી.
આ પણ વાંચો Rajkot : ખોડલધામના નવા વર્ષમાં પ્રવેશને લઈને નરેશ પટેલે આપી અગત્યની માહિતી