ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ - Woman suicide attempt

રાજકોટમાં લોક દરબાર (Lok Darbar In Rajkot ) કાર્યક્રમમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ (Woman suicide attempt ) કર્યો હતો. આ મહિલાને તેના પતિ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ (Rajkot Crime )કરવી હતી. જે લેવાતી ન હોવાના કારણે રાજકોટ પોલીસ કમિશનર કચેરી (Rajkot Police Commissioner Office ) ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો

By

Published : Jan 18, 2023, 4:26 PM IST

Updated : Jan 18, 2023, 4:58 PM IST

રાજકોટ રાજકોટમાં મહિલા પોલીસ મથકે ગઈકાલે મહિલાઓના વિવિધ પ્રશ્નો લોક દરબાર યોજાયો હતો. જ્યારે આ લોક દરબારમાં એક મહિલા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાની ફરિયાદ પોલીસે નહી નોંધી હોવાના આક્ષેપ સાથે આ મહિલાએ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની કામગીરી અંગે પણ સવાલો મહિલાની ફરિયાદ ન લેવાના કારણે આત્મહત્યાના પ્રયાસને લઇને તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે મહિલાએ પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કરતા ચકચારમાંથી જવા પામી છે. જ્યારે ઘટનાને પગલે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો Vadodara suicide Case : બાળકો સાથે મહિલાને આત્મહત્યા કરતા બચાવતી શી ટીમ

દુષ્કર્મના કેસથી બચવા લગ્ન કર્યાનો આક્ષેપ સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટના હડાળામાં રહેતા હેતલબા નામની મહિલાએ આજે સીપી કચેરીમાં ફિનાઈલ ગટગટાવી લીધી હતી. જેને સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને ફેસબુક મારફતે મોરબીના આર્યન કન્ટ્રક્શનનું કામ કરતા વિનેશ મોહન સવસેતા સાથે પરિચય થયો હતો.

દુષ્કર્મના કેસથી બચવા માટે લગ્નજ્યારે પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પ્રથમ પત્ની થકી બે સંતાનોને જન્મ આપ્યો હતો. જેને કારણે દુષ્કર્મના કેસથી બચવા માટે વીનેશે મહિલા સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ મહિલાને તરછોડી હતી. જે મામલે તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે આવી હતી.

આ પણ વાંચો આ કારણે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

મહિલાને પતિ વિરુદ્ધ જ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદઆ મામલે રાજકોટ મહિલા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મહિલા મોરબી ખાતે પોતાના પતિ સાથે રહેતી હતી. જ્યારે વીનેશન અગાઉ પણ એક પત્ની હતી એટલે તેમની સંમતિથી આ બીજા લગ્ન કર્યા હતા અને તમામ સાથે રહેતા હતા પરંતુ બંને વચ્ચે કોઈ પણ બનાવ બનતા પતિએ તેને તરછોડી હતી. જે મામલાની ફરિયાદ કરવી હતી. જ્યારે આ મામલે હવે પ્રદ્યુમનનગર પોલીસ મથક દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ નોંધાય બાદ વધુ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

Last Updated : Jan 18, 2023, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details