રાજકોટઃ લોકડાઉનના પગલે ખાડૂતોને ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ખેતરોમાં પાકી ગયેલી સક્કર ટેટીનું વેચાણ અટકી ગયું છે અને ઉનાળુ વાવેતરના બિયારણ ખરીદવા માટે એગ્રો સેન્ટરો કે, દુકાનો પણ ખૂલ્લી ન હોવાથી ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે.
ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની ખૂબ આશા હતી. જેમાં શિયાળું પાકમાં શાકભાજી સાથે ફળફળાદીનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું અને પાક પણ સારો ઉતર્યો હતો. પરંતુ આ તમામ પાકોમાં સક્કર ટેટી કે જેનું વાવેતર સૌરાષ્ટ્રમાં તો ખૂબ મર્યાદિત થાય છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં સક્કર ટેટીનુ વાવેતર કરવામાં આવે છે.
તે સક્કર ટેટી મોટા ભાગના ખેતરોમાં પાકીને વેંચાણ માટે તૈયાર થઈ ગઈ છે. પરંતુ લોકડાઉનના પગલે હવે તે વેંહચી શકાય તેમ નથી. સક્કર ટેટીએ એવું ફળ છે કે તેનો ઉતારો કર્યા બાદ બેથી ત્રણ દિવસમાં વેંચાય ન જાય તો તે બગડવા લાગે છે માટે ખેડૂતો સક્કર ટેટી ખેતરોમાં પાકી ગયેલી હોવા છતાં ખેડૂતો ઉતારતા નથી. લોકડાઉનના પગલે સક્કર ટેટીના ખેડૂતોને ભારે નક્સાન થયુ છે.
લોકડાઉનના પગલે બિયારણ અને જંતુનાશક દવાઓ વેંચતા એગ્રોની દુકાનો બંધ હોવાથી ઉનાળું પાકનું વાવેતર કરતા ખેડૂતો નવું વાવેતર કરી શકતા ન હોવાથી ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની જણાવ્યું કે, અમે લોકડાઉનનો વિરોધ નથી કરતા પરંતુ અમે દિવસ રાત કાળી મજૂરી કરીને ઉગાડેલો પાક સક્કર ટેટી જાહેર માર્કેટ સુધી વેચવા માટેનો થોડી સમય મર્યાદા આપે અને ઉનાળું પાકના વાવેતર માટેનું બિયારણ અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે એગ્રો ખોલવાની મંજૂરી આપે તેવી અમે સરકારને વિનંતી કરીએ છીએ.