ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : સુલતાનપુરમાં કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયા સુધી લોકડાઉન જાહેર - કોરોના વાઇરસ ન્યૂઝ

કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વેપારીઓ, આગેવાનો, ગ્રામજનોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

Lockdown
Lockdown

By

Published : Nov 23, 2020, 10:08 PM IST

  • ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
  • રાજકોટના સુલતાનપુરમાં સ્વયંભૂ લોકડાઉન
  • ગામમાં ફેરિયાઓને આવવા પર પ્રતિબંધ

ગોંડલ: ગોંડલ તાલુકાના સુલતાનપુરમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે, તેમજ 3 વ્યક્તિના મોત થયાં છે. ત્યારે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. રવિવારે ફરી 5 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કોરોનાનો કહેર નાના ગામડા સુધી પહોંચી ગયો છે.

સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વેપારીઓ, આગેવાનો, ગ્રામજનોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સવારના 6 વાગ્યાંથી બપોરના 12 વાગ્યાં સુધી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમજ બપોર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો.

કોરોના પોઝિટિવ દર્દી ઘરની બહાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી થશે

જે લોકો કોરોના પોઝિટિવ છે, તે લોકો ઘરની બહાર નહીં નિકળી શકે. જો નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ગામલોકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે, ફરજીયાત માસ્ક પહેરે અને પ્રસંગોમા પણ સામાજિક અંતર જાળવે તેવી સૂચના આપવામાં આવી છે.

ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ

સુલતાનપુર ગામમાં બહાર ગામથી આવતા ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ જે લોકોને ત્યાં લગ્ન પ્રસંગ હોઈ સગાઇ હોઈ તે લોકોને ગ્રામ પંચાયત સુલતાનપુર ખાતે નોંધણી કરવાની ફરજીયાત રહેેેેશે.

ABOUT THE AUTHOR

...view details